શુક્રવારે એક જ દિવસમાં ૫૦ હજાર ભારતીયોએ વતન પરત આવવા રજીસ્ટ્રેશન કરાવ્યું
દુબઇથી પ૦ હજાર ભારતીયોએ દેશમાં આવવા માટે નોંધણી કરાવી હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.
ભારત સરકાર દ્વારા અખાતના દેશોને અને ખાસ કરીને યુનાઇટેક અમિરાત જેવા દેશોમાં વકરતી જતી કોમી સમસ્યાના મુદ્દે ખાસ ઘ્યાન કેન્દ્રીત કરી સ્થાનીક સરકારોસાથે ભારતીયો ને કોઇ મુશ્કેલી ન પડે તેના પ્રયાસો શરૂ ર્કા છે. આખાતના દેશો અને ખાસ કરીને દુબઇમાં વધુ ત્રણ ભારતીયોને ઇસ્લામો ફોબિયાને કારણે સ્થાનીક તંત્ર બદલેલા વલણને લઇને નોકરીઓ ગુમાવવી પડી હોવાનું બહાર આવ્યું છે. કોરોના વાયરસને લઇને ઇસ્લામ ફોબિયાને કારણે અખાતમાં પરિસ્થિતિ વણસી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અંગે ટવીટ કરીને જણાવ્યું હતું કે કોવિડ-૧૯ કોઇ ધર્મ, જાતિ, પ્રદેશ કે સીમાઓથી ઓળખાતો નથી. સોશ્યિલ મિડિયા પર છેલ્લા કેટલાક અઠવાડીયાઓથી ઇસ્લામો ફોબિયાનું વાતાવરણ ઉભું થયું છે.
ભારત યુનાઇટેક અરબ અમિરાતને કોરોના વાયરસને સંક્રમણની સ્થિતિ માટે સતત સહયોગ આપવા માટે પ્રયાસ કરી રહ્યાં છે. ભારતે તબીબોની ટીમને શનિવારે યુએનઆઇ રવાના કરી હતી. જે દેશો કોરોના સામે લડી રહ્યા છે તે અસર પસર મદદરૂપ થવા લડી રહ્યા છે.
અખાતના દેશોએ પણ સાત ટન જેટલી દવાઓનો જથ્થો ભારત રવાના કર્યો હતો. ભારતે સંયુકત અબર અમિરાત સરકાર સાથે ભારતીય નાગરીકોની ઘર વાપસી માટે કવાયત હાથ ધરી છે. શુક્રવાર સુધીમાં દુબઇમાં ભારતીય દુતવાસ ખાતે પ૦ હજાર લોકોએ વતન વાપસી માટે નોંધણી કરાવી છે.
અખાતના દેશોમાં ઇસ્લામો ફોબિયાને લઇને ત્રણ ભારતીયોની નોકરીઓ છુટવાનો મુદ્દે ભારત માટે ગંભીર અને સંવેદનાનો મુદ્દો બન્યો છે.