- પશ્ચિમી ડીએફસી કોરિડોર દ્વારા કંડલા,પિપાવાવ, મુંદ્રા, નવલખી બંદરો ભારતના ઉત્તર ભાગો સાથે એક તાંતણે જોડાશે
- વિદેશની સુવિધાઓ હવે ભારતમાં પ્રથમવાર 32.5 ટન એક્સેલ લોડ સાથે હેવી હોલ ટ્રેન સંચાલનની પરિકલ્પના કરવામાં આવી
- ડીએફસીસીઆઇએલ દ્વારા 100 કિ.મી. કલાકની મહત્તમ ગતિથી માલગાડીઓ દોડાવવામાં આવશે
ભારતના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઇલેક્ટ્રિક ટ્રેક્શનથી ચાલતી 1.5 કિ.મી. લાંબી ડબલ-સ્ટેક ક્ધટેનર ટ્રેનનું લોન્ચ-હોલના પરિચાલન માટે પશ્ચિમી ડીએફસીનું ન્યુ પાલનપુર-ન્યુ મહેસાણા (ન્યુ ભાંડુ) જે લગભગ 62.153 કિ.મિનું અંતર તેમજ ન્યુ પાલનપુર-ન્યુ ચઢોતર જે લગભગ 14.345 કિલોમીટર નું અંતર આવરી લે છે તેનું ઉદઘાટન તારીખ 30/9/2022ના રોજ કરવામાં આવ્યું હતું. આની સાથે પશ્ચિમી ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરનો લગભગ 734 માર્ગ કિ.મી પરિચાલનમાં લાવવામાં આવ્યો છે.
પશ્ચિમી ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરનું ન્યુ પાલનપુર-ન્યુ મહેસાણા (ન્યુ ભાંડુ) અને ન્યુ પાલનપુર-ન્યુ ચઢોતર બંને ગુજરાત રાજ્યમાં આવેલા છે.જેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા જિલ્લાને આવરિ લેવામાં આવ્યા છે.ત્રણે જિલ્લાનું કુલ અંતર 76 કિલો મીટર છે.જેમાં 13 મુખ્ય બ્રિજ,2 વાયડક્ટ બ્રિજ,11 આરયૂબી બ્રિજ,89 નાના બ્રિજ,1 રેલ ફ્લાય ઓવર, 39 આરયુબી (લેવલ ક્રોસિંગને સમાપ્ત કરતાં)બ્રિજ, 21 રોડ ઓવર બ્રિજ,2 ફુટ ઓવર બ્રિજ અને 7 પદયાત્રી સબવે છે.સાથોસાથ 3 નવનિર્મિત ડીએફસી સ્ટેશન છે, એક ક્રોસિંગ સ્ટેશન અને 2 જંક્શન સ્ટેશન છે.
ભારતીય રેલવેના પાટા પર વર્તમાનની મહત્તમ 75 કિ,મી, કલાકની સરખામણીએ ડીએફસીસીઆઇએલ 100 કિ.મી. કલાકની મહત્તમ ગતિથી માલગાડીઓ દોડાવવામાં આવશે. જ્યારે માલગાડીઓની સરેરાશ ગતિને પણ ભારતીય રેલવે પરની વર્તમાનની જે 26 કિ.મી. કલાક ને વધારીને ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર (ડીએફસી) પર 70 કિ.મી, કલાકની કરવામાં આવશે.આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ લગભગ 1900 કરોડ છે.
આ પ્રોજેક્ટના મુખ્ય મુદા વિશે પ્રોજેકટના જીએમ મનીષ અવસ્થિએ વધુમાં જણાવ્યું કે,વિશેષ રૂપે માત્ર માલગાડીઓનું પરિચાલન,ભારતમાં પ્રથમ વાર 32.5 ટન એક્સેલ લોડ સાથે હેવી હોલ ટ્રેન સંચાલનની પરિકલ્પના કરવામાં આવી છે.જે હાલમાં આ સુવિધા માત્ર યુએસએ, કેનેડા જેવા અન્ય ઘણા દેશોમાં છે.ડબલ સ્ટેક ક્ધટેનર્સ,ઊચ્ચ ગતિ પર વધુ લોડીંગ કરવા માટે ડબલ લાઇન ઇલેક્ટ્રિક (2ડ્ઢ25 કેબી) ટ્રેક.ઓટોમેટિક ન્યૂ ટ્રેક ક્ધસ્ટ્રક્શન (એનટીસી) મશીન દ્વારા એક દિવસમાં 3 કિ.મી.થી અધિક ટ્રેક બનાવવાનું રેકોર્ડ કામ સંભવ થશે.મલ્ટિ મોડલ લોજિસ્ટિક્સ હબ્સ અને દિલ્હી-મુંબઇ ઇન્ડસ્ટ્રીયલ કોરિડરને જોડવા.નવિન ટેક્નિકનો ઉપયોગ કરીને ઉર્જાનો વપરાશ ઓછો કરાવો જેવા વગેરે કર્યો વિકસિત થશે.
અમદાવાદને સાબરમતી મલ્ટી મોડલ હબ બિલ્ડીંગની ભારતીય રેલવેની ભેટ
સાબરમતી મલ્ટી મોડલ હબ બિલ્ડીંગ નું નિર્માણ બુલેટ ટ્રેનના સ્ટેશન સુધી મુસાફરોને જવા માટે બનાવવામાં આવશે.આ બિલ્ડિંગ થી મુસાફરો મેટ્રો,ઇન્ડિયન રેલવે તથા બુલેટ ટ્રેન સુધી પહોંચી શકશે.એફઓબીની મદદથી આ બિલ્ડીંગને જોડવામાં આવ્યું છે. દાંડી માર્ચની પ્રેરણાથી બિલ્ડીંગ આકાર પામશે.1500 ફોરવીલનું વિશાળ પાર્કિંગ આપવામાં આવ્યું છે. બિલ્ડીંગ ને એ અને બી બે પાર્ટમાં બનાવવામાં આવ્યું છે જેમાં કોમર્શિયલ તથા હોટલ ની સુવિધાઓ મુસાફરોને મળી રહેશે.વર્ષ 2023 ફેબ્રુઆરી માસમાં બિલ્ડીંગ સંપૂર્ણપણે નિર્માણધીન થશે.
પ્રોજેક્ટથી ઔદ્યોગિક ક્ષેત્રોને લાભની સંભાવના
ગુજરાતના બંદરો જેવા કે કંડલા, પિપાવાવ, મુંદ્રા, નવલખી, ટૂના વગેરેને નવનિર્મિત પશ્ચિમી ડીએફસી કોરિડોર દ્વારા ભારતના ઉત્તર ભાગોની સાથે નિર્બાધ સંપર્ક સુનિશ્ચિત થશે.તદુપરાંત ગુજરાત, રાજસ્થાન અને હરિયાણા રાજ્યના પાલનપુર, ગાંધીધામ, સામાખ્યાળી, સ્વરૂપગંજ, બનાસ, કેશવગંજ, બાંગુરગ્રામ, બ્યાવર, કિશનગઢ, ફુલેરા, રેવાડી-માનેસર અને નારનૌલના વિવિધ ઉદ્યોગોને પણ લાભ મળશે. આ ઉપરાંત, સ્વરૂપગંજ અને કઠૂવાસમાં કોનકોરના ક્ધટેનર ડેપો પણ ડીએફસીના નકશામાં સામેલ થઇ જશે અને ઝડપથી થ્રુપુટની બાબતમાં તેમને લાભ પણ પ્રાપ્ત થશે.