યાર્ડ મગફળીથી ઉભરાયુ: કપાસની પણ 16 હજાર મણની આવક
રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં આજે મગફળીની 1,35,000 ગુણીની આવક થવા પામી છે. અંદાજે 40,50,000 કિલોની આવકથી યાર્ડ રિતસર મગફળીથી ઉભરાય ગયુ હતું. વાઇટ ગોલ્ડ એવા કપાસની પણ 16 હજાર મણની આવક થવા પામી હતી.
આ અંગે યાર્ડના ચેરમેન જયેશભાઇ બોઘરાએ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે દિવાળી વેકેશન બાદ ગત સોમવારે યાર્ડ ખૂલતા નવી મગફળીની 1 લાખથી પણ વધુ ગુણીની આવક થવા પામી હતી.
એક સપ્તાહ સુધી નવી આવક સ્વીકારવામાં આવી ન હતી. ગઇકાલે સવારે ત્રણ કલાક માટે મગફળી સ્વીકારવામાં આવી હતી. આજે 1,35,000 ગુણી મગફળીની આવક થવા પામી છે.
પ્રતિ મણ કપાસનો ભાવ 1210 થી 1340 રૂપિયા સુધી રહેવા પામ્યા હતા. આ ઉપરાંત કપાસની પણ 16 હજાર મણની આવક થવા પામી છે. પ્રતિ મણ કપાસનો ભાવ 1760 થી 1875 રૂપીયા બોલાયો હતો. તેઓએ ઉમેર્યું હતું કે જ્યાં સુધી મગફળીનું વેંચાણ નહી થાય અને નવી આવક સ્વીકારવામાં આવશે નહી.