નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નિતીનભાઈ પટેલે ૨જુ કરેલ વર્ષ ૨૦૧૯-૨૦ના રૂા. પ૭૨ કરોડની પુરાંતવાળુ અને રાહતલક્ષી બજેટને આવકા૨તા સાંસદ મોહનભાઈ કુંડારીયાએ જણાવ્યું હતું કે આ બજેટમાં રાજયનો સર્વાગિ વિકાસને લક્ષમાં રાખવામાં આવ્યો છે ત્યારે ખાસ કરી મહાનગરોમાં માળખાક્યિ અને આંતરામાળખાક્યિ સુવિધાઓમાં વધારો થાય અને કૃષી, રોજગારી અને પાણી જેવી સમસ્યાઓ હલ થાય તે દિશામાં મહત્વની જાહેરાતો ક૨વામાં આવી છે ત્યારે રાજય સ૨કા૨ની વિવિધ યોજનાઓ થકી ૧પ લાખ યુવાનોને રોજગારી મળે તે માટે રૂા.૩૧,૮૭૭ કરોડની લોન આપવામાં આવશે આ ઉપરાત જગતના તાતને મદદરૂપ થવા આવતા વર્ષની અષાઢી બીજ સુધીમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વ હેઠળની રાજયની ભાજપા સ૨કા૨ દ્વારા ૧.૨પ લાખ ખેડુતોની પડત૨ અ૨જીનો નિકાલ કરી તેમને વીજજોડાણો આપવામાં આવશે ત્યારે જગતનો તાત સમૃધ્ધ બનશે તેવું ભાજપ શાસિત ગુજરાત સ૨કા૨ના આ બજેટને આવકા૨તા મોહનભાઈ કુંડારીયાએ અંતમાં જણાવ્યું હતું.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.