નેશનલ બોર્ડ ઓફ વાઈલ્ડ લાઈફે ઈકો સેન્સીટીવ ઝોનની ૪૧૭ હેકટર જમીન ઉપર ખનનની મંજૂરી આપી
ગિર અભ્યારણ્યમાં પર્યાવરણ મંત્રાલયે ૩.૩૩ લાખ હેકટર જમીન અને ૨૯૧ ગામડાઓને ઈકો સેન્સીટીવ ઝોનમાં રાખવાનો નિર્ણય લીધો હતો. જો કે હવે રાજય સરકારે ૩.૩૩ લાખ હેકટર જમીનમાંથી ૧.૧૪ લાખ હેકટર જમીન તા ૨૯૧ ગામડાઓમાંથી ૧૯૧ ગામડાઓને બાદ કરવાની દરખાસ્ત કરી છે. જેના પરિણામે હવે વિકાસ કાર્યો ઝડપી થશે.
તાજેતરમાં નેશનલ બોર્ડ ઓફ વાઈલ્ડ લાઈફ દ્વારા ૪૮મી બેઠક દરમિયાન ગિર અભ્યારણ્યમાં ઈકો સેન્સીટીવ ઝોનની ૪૧૭.૩૫ હેકટર જમીનમાં ખનન કરવાની પરવાનગી આપવામાં આવી હતી. આ મામલે યેલી દરખાસ્તમાં ૪૧૭.૩૫ હેકટર જમીન પૈકીની ૪૧૪.૮૫ હેકટર જમીન પ્રાઈવેટ રેવન્યુ તા ૨.૫૧ હેકટર જમીન સરકારી ખરાબાની હોવાનો ઉલ્લેખ છે.
હવે ગિર અભ્યારણ્યમાં ખનન સહિતના વિકાસો કાર્યો કરવા નેશનલ બોર્ડ ઓફ વાઈલ્ડ લાઈફ આગળ આવ્યું છે. કોડીનાર તાલુકાના સુગાળા અને જગતીયા ગામડા નજીક ખનનનું કામ કરવાનો નિર્ણય કરવામાં આવનાર છે. હવેથી ઈકો સેન્સીટીવ ઝોનમાંથી ૧૪ લાખ હેકટર જમીન તા ૧૯૧ ગામડાઓ બાદમાં કરવાની દરખાસ્તી ખનીજ સહિતના વિકાસ કાર્યોને ઝડપી બનાવવામાં મદદ મળી શકે છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com