જન સ્વાસ્થ્ય જાગૃતિ માટે રેલવેની નવતર પહેલ
દેશમાં લોકોના સ્વાસ્થ્ય જાળવણી અને જાગૃતિ માટે સરકાર દ્વારા વિવિધ પગલા લેવાઈ રહ્યા છે. ત્યારે આ પગલામાં સૂર પુરાવવા માટે રેલવેએ પણ એક નવી પહેલ કરી છે. રેલવેએ સ્ટેશને ૩૦ પીલનારા વ્યકિતને પ્લેટફોર્મ ટિકિટ મફત આપવાની યોજના શરૂ કરી છે. આ માટે રેલવેએ નવી દિલ્હી સ્ટેશને એક ખાસ મશીન મૂકયું છે.
ભારતીય રેલવે તંત્ર નવી દિલ્હીના આનંદવિહાર રેલવે સ્ટેશન પર એક એવું મશીન મૂકયું છે જયાં મશીન સામે ૩૦ દંડ કરનારને વિનામૂલ્યે પ્લેટફોર્મ ટિકિટ મળશે.
આ મશીન સામે જે તે વ્યકિતએ ૧૮૦ સેકેંડમાં ૩૦ વાર દંડ બેઠક કરવાના રહેશે. આ મશીનનો વિડિયો રેલવે મંત્રી પિયુષ ગોયલ અને રેલવે મંત્રાલયે ટવીટ કર્યો છે. રેલવેએ મુકેલા આ મશીનનો વિડીયો સોશ્યલ મીડીયામાં પણ વાયરલ થયો છે.
કેવી રીતે કામ કરે છે આ મશીન
રેલવે તંત્રે દિલ્હીનાં આનંદ વિહાર સ્ટેશને મૂકાયેલા આ મશીનમાં એક તરફ સ્ક્રીન હોય છે. અને તેની સામે પગના બે પગલ હોય છે. જે રીતે વજન કરવાના હોય છે. તેવા જ આ મશીન સામે ‘બે પગલા’ પર ઉભા રહી મુસાફરે દંડ બેઠક કરવાની હોય છે. વ્યકિત દંડ બેઠક કરતા કરતા સ્ક્રીન પર સમય અને તેને મળેલા પોઈન્ટ જોઈ શકે છે. જો તમે ૧૮૦ સેક્ધડમાં ૩૦ દંડ બેઠક પૂરા કરો તો તુરત જ તમને વિનામૂલ્યે પ્લેટ ફોર્મ ટિકિટ આપશે.