રાજય સરકારના યુવક સેવક અને સાંસ્કૃતિક પ્રવૃતિ ગાંધીનગર દ્વારા એડવેન્ચર વર્ષ ૨૦૧૮ માં હિમાલય શિખર હનુમાન ટીંબા પર કરવાનું અભિયાન તા. ૧૩ ઓગષ્ટથી ૧૭ સપ્ટેમ્બર સુધી રપ દિવસમાં આ શિખર સર કરવાનું આયોજન કરાયું હતું.
જેમાં ગુજરાતમાંથી ૨૦ યુવાની પસંદગી કરાઇ હતી જેમાં રાજકોટના અજયસિંહ જાડેજા અને ધ્રુવ ઓઝા પસંદગી પામ્યા હતા. આ અભ્યાનમાં ભાર વરસાદ, સ્નો ફોલ, લેન્ડ સ્લાઇડ, વાયટ આઉટ, જેવી મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. શિખરના અંતિમ પડાવમાં ૧ર લોકોની ટીમે હનુમાન ટીંબા પર ૧૮૯૩૩ ફીટ ઉંચાઇ સર કરી હતી અને સફળતા પૂર્વક અભ્યાન પાર પાડયું હતું. આ પર્વતારોપણની અંદર ૭-૮ કિલો વજન પણ ઉતાર્યુ હતું. આ કલીમીગ માં જીવન જરુરી સમાન સેફટી સાધનો સાથેની ૧૭-૧૮ કિલોની બેગ પણ ઉઠવાની હોય જે વધુ પડકાર જન હોય છે.