- ટેકાના ભાવે વેચાણ બાદ પેમેન્ટમાં સમય લાગતો હોવાથી ઓપન માર્કેટમાં કરાયું વેચાણ
- રજીસ્ટ્રેશન બાદ ઉતારાના આધારે અમુક મણ મગફળીની જ કરાય છે ખરીદી
- વાવેતરની સિઝનના કારણે ખેડૂતોને પૈસાની તાત્કાલિક જરૂર
- ન છૂટકે ઓછા ભાવે પાક વેચવો પડતો હોવાના આક્ષેપો
રાજ્ય સરકારે 11 તારીખથી ગુજરાત ભરમાં ટેકાના ભાવે મગફળી 1356 ના ભાવે ખરીદીની જાહેરાત કરી હોવા છતાં હિંમતનગરના ખેડૂતો માર્કેટયાર્ડમાં 900 થી 1200 ના ભાવે મગફળી વેચી રહ્યા છે કારણ કે મગફળીના પૈસા મોડા મળતા હોવાના ખેડૂતોએ આક્ષેપ કર્યા છે. ખેડૂતોના જણાવ્યા મુજબ ટેકાના ભાવે મગફળી વેચ્યા બાદ 20 થી 25 દિવસ બાદ પેમેન્ટ મળે છે. જ્યારે ખેડૂતોને હાલ નવી સિઝનની ખેતી કરવાની હોવાથી 20 થી 25 દિવસ સુધી રાહ જોવી પોશાઈ તેમ નથી. આ ઉપરાંત રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ પણ ઉતારાના આધારે માત્ર અમુક મણ સુધીની જ મગફળી ખરીદી કરવામાં આવતી હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું, જ્યારે ખેડૂતોનો ઉતારો ઓછામાં ઓછા 800 થી 1,500 મણનો હોય છે. જેને લઇને ખેડૂતો સસ્તા ભાવે ઓપન માર્કેટમાં મગફળી વેચી રહ્યા હોવાનું જણાવામાં આવ્યું છે.
રાજ્ય સરકારે ગુજરાતમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી તો શરૂ કરી દીધી છે. પરંતુ હિંમતનગરમાં ખેડૂતો ટેકાના વધુ ભાવ મળતા હોવા છતાં તોપણ માર્કેટમાં મગફળી સસ્તા ભાવે વેચવા મજબૂર બન્યા છે. હિંમતનગર માર્કેટ યાર્ડમાં ટ્રેક્ટરની લાગેલી આ લાંબી લાઈનો મગફળી વેચવા માટે આવેલા ખેડૂતોએ વહેલી પરોઢથી લગાવી છે. રાજ્ય સરકારે 11 તારીખથી ગુજરાત ભરમાં ટેકાના ભાવે મગફળી 1356 ના ભાવે ખરીદીની જાહેરાત કરી હોવા છતાં હિંમતનગરના ખેડૂતો માર્કેટયાર્ડમાં 900 થી 1200 ના ભાવે મગફળી વેચી રહ્યા છે અને તેનો જો કોઈ કારણ હોય તો તે છે મગફળીના મોડા મળતા પૈસા. ટેકાના ભાવે મગફળી વેચ્યા બાદ ખેડૂતોના જણાવ્યા મુજબ 20 થી 25 દિવસ બાદ પેમેન્ટ મળે છે. જ્યારે ખેડૂતોને હાલ નવી સિઝનની ખેતી કરવાની હોવાથી ૨૦ થી ૨૫ દિવસ નો ટાઈમ પાલવે તેમ નથી.
જિલ્લામા઼ મોટી સંખ્યામાં ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યુ છે. જોકે કેટલાક ખેડૂતોએ જે ડોક્યુમેન્ટ માંગવામાં આવે છે તે ડોક્યુમેન્ટની લપમાંથી બચવા રજીસ્ટ્રેશન કરવાનુ ટાળ્યું છે. બીજી તરફ રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ પણ ઉતારાના આધારે માત્ર અમુક મણ સુધીની જ મગફળી ખરીદી કરવામાં આવે છે, જ્યારે ખેડૂતોને મગફળીનો ઉતારો ઓછામાં ઓછા 800 થી 1,500 મણનો હોય છે. જેને લઇને ખેડૂતો સસ્તા તો સસ્તા ભાવે પરંતુ ઓપન માર્કેટમાં મગફળી વેચે છે અને તેનું પેમેન્ટ પણ તેમણે ત્રણથી ચાર દિવસમાં મળી જાય છે
નવી સિઝનની ખેતી કરવા માટે ખેડૂતોને પૈસાની જરૂર છે અને સામે સરકાર તે લોકોને 20 થી 25 દિવસ મુદત પડાવે છે. જેને લઇને ખોટ સહન કરીને લાચારીમાં ખેડૂતો સસ્તા ભાવે મગફળી વેચવા મજબૂર બન્યા છે.