પ્લાસ્ટિકની રૂપિયા ૧૦ની નોટ પ્રારંભિક તબકકે લવાશે

કેન્દ્રીય નાણા મંત્રાલય ટૂંક સમયમાં દેશમાં ૫ સ્થાનેથી પ્લાસ્ટીકની નોટ પ્રાયોગિક ધોરણે ચલાવશે. નાણા રાજયમંત્રી અર્જુન રામ મેઘવાલે પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે, રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાને ૧૦ ‚પિયાની પ્લાસ્ટિકની નોટ છાપવાની મંજુરી આપવામાં આવી છે. અત્રે ખાસ નોંધનીય છે કેરૂ.૧૦ના સિકકા વિશે જનમાનસમાં ભ્રમણા ફેલાઈ છે કે સિકકા બંધ થઈ ગયા પરિણામે વ્યવહારમાં ૧૦ના સિકકા લેતા લોકો ડરે છે. આરબીઆઈએ આ વિશે જાહેર ખુલાસો બહાર પાડવો જોઈએ. જેથી દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય. ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયા અને યુરોપમાં ડોલર અને પાઉન્ડ, યુરો, પ્લાસ્ટિકની નોટના છે. અગર ૧૦ની પ્લાસ્ટિકની નોટનો પ્રયોગ સફળ રહ્યો તો સંભવ છે કે આગળ અન્ય ચલણ પ્લાસ્ટિકના હોય.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.