વ્યાવસાયિકો માટે બનાવેલું ઓનલાઇન નેટવર્ક લિંક્ડઇનના યૂઝર્સ માટે ખરાબ સમાચાર આવ્યા છે. હાલમાં LinkedInને એક વિશાળ ડેટા ચોરીનો સામનો કરવો પડ્યો હતો, જેમાં તેના 50 કરોડથી વધુ યૂઝર્સના વ્યક્તિગત ડેટાને લોકપ્રિય હેકર ફોરમ પર લીક કરવામાં આવ્યો છે.
એક મીડિયા રિપોર્ટ અનુસાર, લીક થયેલા ડેટામાં વ્યક્તિગત સંવેદનશીલ માહિતી છે જેમાં ઇમેઇલ આઈડી, કાર્યસ્થળની માહિતી, કોન્ટેક્ટ નંબર, સંપૂર્ણ નામ, એકાઉન્ટ આઈડી, સોશિયલ મીડિયા એકાઉન્ટ લિંક, લિંગ વિગતો અને ઘણુ બઘી શામેલ છે.
હેકર પ્લેટફોર્મ પર આ માહિતી પોસ્ટ કરનારા પ્રોગ્રામર્સ, સાઇટ પરના યૂઝર્સને ફક્ત 2 અમેરીકી ડોલરના સાઈટ ક્રેડિટ દ્વારા લીક થયેલા ડેટાના સેમ્પલ પ્રૂફને જોવાની મંજૂરી આપી રહ્યા છે.
તેમ છતાં, જે યૂઝર્સને ઓનલાઇન જારી કરાયેલા 50 કરોડ ગ્રાહકોની પ્રોફાઇલ ખરીદવાની જરૂર છે, તેઓએ બદલામાં બીટકોઇન દ્વારા મોટી રકમ ચૂકવવી પડશે.
લિંક્ડઇન પ્રવક્તાએ જણાવ્યું હતું કે,”અમે આ સમસ્યાની તપાસ કરી રહ્યા છીએ. એવું લાગે છે કે પોસ્ટ કરવામાં આવેલા લિંક્ડડિનથી સ્ક્રેપ કરેલા ડેટાસેટ છે. આ લિંક્ડડિનથી સાર્વજનિક ઉપલબ્ધ (જોઈ શકાય તેવી) માહિતી સાથે જોડાયેલી અન્ય વેબસાઇટ્સ અથવા કંપનીઓના ડેટા સાથે સંયુક્ત રીતે જોડાયેલ છે.”
વધુમાં જણાવ્યું હતું કે, “લિંક્ડઇનથી અમારા સભ્યોના ડેટાને સ્ક્રેપ કરવાથી અમારી સેવાની શરતોનું ઉલ્લંઘન થાય છે અને અમે અમારા સદસ્યો અને તેમના ડેટાને સુરક્ષિત રાખવા માટે સતત કામ કરી રહ્યા છીએ.”