બુલેટ સવાર ૨૧ સાફાધારી યુવતીઓ કરશે રેલીનું નેતૃત્વ: ૫૦૦થી વધુ ટુ-વ્હીલર, ફોર-વ્હીલર તેમજ આકર્ષક ફલોટ્સ સો પરશુરામ ચેતના યાત્રા નીકળશે
ભુદેવ સેવા સમીતી દ્વારા પરશુરામ જન્મોત્સવની પૂર્વ સંધ્યાએ એટલે કે, આવતીકાલે સાંજે વિશાળ આહવાન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલીમાં ૨૧ બ્રહ્મ યુવતીઓ મો સાફા, તલવાર અને ફરસી સો બુલેટ ઉપર આ રેલીની આગેવાની લેશે. આવતીકાલે ગુ‚વારે સાંજે ૬ કલાકે પંચના મંદિરેી પરશુરામ ચેતના યાત્રાનો પ્રારંભ શે.
આ યાત્રા લીમડા ચોક, ત્રિકોણબાગ, માલવીયા ચોક, એસ્ટ્રોન ચોક, મહિલા કોલેજ અંડર બ્રિજ, સ્વામીનારાયણ મંદિર, કે.કે.વી હોલ, ઈન્દિરા સર્કલ અને રૈયા ચોકડી ઈ ત્રિમુત્રી હનુમાન મંદિર ખાતે સમાપન શે. યાત્રાનું ઠેર-ઠેર સ્વાગત કરવામાં આવશે. ભુદેવ સેવા સમીતીના સપક તેજસ ત્રિવેદીએ પરશુરામ જન્મોત્સવ ઉજવણી અંતર્ગત ‘અબતક’ને માહિતી આપતા જણાવ્યું હતું કે, ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર એવા ભગવાન પરશુરામજીની આગામી તા.૨૮ના રોજ જન્મજયંતિ આવી રહી છે ત્યારે ભુદેવો દ્વારા આ ઉજવણી અંતર્ગત અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. તે અંતર્ગત ભુદેવ સમીતી દ્વારા આહવાન રેલી યોજાશે.
આ શોભાયાત્રાના પ્રણેતા પરશુરામ યુવા સંસનના આદ્ય સપક અભયભાઈ ભારદ્વાજ, મેયર જૈમનભાઈ ઉપાધ્યાય અને આગેવાન નેહલભાઈ શુકલની ઉપસ્િિતમાં યાત્રાનો પ્રારંભ શે જેમાં ૫૦૦ી વધુ વાહનો જોડાશે. અંતમાં ભુદેવ સેવા સમિતિના તેજશ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, આ ચેતના યાત્રાનું ઠેર-ઠેર વિવિધ સમાજના અગ્રણીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવશે. યાત્રાને સફળ બનાવવા બ્રહ્મયુવા અગ્રણી તેજશ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ ભુદેવ સેવા સમિતિના વીકી ઠાકર, દિલીપ જાની, નિશાંત રાવલ, માનવ વ્યાસ, અર્જુન શુકલ, પ્રેરક રાવલ, રાજ દવે, ચીરાગ ઠાકર, જે.ડી.ઉપાધ્યાય, જય ત્રિવેદી, અશોક મહેતા, કપીલ પંડયા, નિલેશ જોષી, પૂર્વેશ ભટ્ટ, રાજન ત્રિવેદી, નિલેશ ભટ્ટ, કૃણાલ દવે, અશોક ઉપાધ્યાય, ‚ચિક ઉપાધ્યાય, પ્રશાંત પંડયા, હિરેન જોશી, પ્રશાંત ઓઝા, મયુર વોરા, સિર્ધ્ધા ત્રિવેદી, પરાગ મહેતા, પુજન પંડયા, પ્રશાંત વ્યાસ, ભરત દવે, યજ્ઞેશ ભટ્ટ, વિરલ જોશી, ‚ચિક જાની, નિરવ ત્રિવેદી સહિતના જહેમત ઉઠાવી રહ્યાં છે.