અંતિમ દિવસે બે લાખથી વધુ ભાવિકો ઉમટ્યાં
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પ્રમુખ સ્વામી મહારાજ સાથેના સંસ્મરણો વાગોળ્યાં
પ્રમુખ સ્વામી મહારાજના જીવનચરિત્ર ગ્રંથના પ્રથમ ભાગનું વિમોચન
પૂ.મહંત સ્વામીના હસ્તે વચનામૃતની પ્રાચીનતમ અને દુર્લભ હસ્તપ્રતનું પૂજન
જન્મજયંતી મહોત્સવ મુખ્ય સભાની ઝરમર ઝાંખી
પધારનાર ભક્તો માટે ગરમ ખિચડીનો પ્રસાદ.
સમાપન સમારોહમાં વિશ્વના પાંચેય ખંડોથી ૨ લાખ ભાવિકો પધાર્યા.
આયોજન વ્યવસ્થા, શિસ્ત માટે ૨૨૦૦૦ સ્વયંસેવકો ૧૧ દિવસ દરમ્યાન ખડેપગે તત્પર રહ્યાં.
સંતો-હરિભક્તો દ્વારા રક્તદાન યજ્ઞમાં કુલ ૨૬૬૫ બોટલોનું રક્તદાન.
૧૧ દિવસમાં ૬૨૫ સ્કૂલોના ૮૮,૦૦૦ વિર્દ્યાથીઓએ સ્વામિનારાયણ નગર નિહાળ્યું.
સેંકડો લોકો વ્યસન મુક્ત થયારાજકોટ
પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના ૯૮મા જન્મજયંતી મહોત્સવ ઉપક્રમે સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટને આંગણે માધાપર-મોરબી બાયપાસ રોડ પર રચાયેલા સ્વામિનારાયણ નગરનાં દર્શની ભક્તો-ભાવિકો અભિભૂત થયા હતા. છેલ્લા ૧૧ દિવસમાં ૨૦ લાખી વધુ વિર્દ્યાથીઓ અને ભાવિકોએ સ્વામિનારાયણ નગરનાં દર્શની શિસ્ત, સેવા, સ્વાવલંબન, સદાચાર અને સત્સંગના પાઠ આત્મસાત કર્યા હતા. પ્રમુખસ્વામી મહારાજનો ૯૮મો પ્રાગટ્ય દિન બી.એ.પી.એસ.ના અનુયાયીઓ માટે અતિ વિશિષ્ટ પ્રસંગ હતો.
ગુરુહરિના પ્રાગટ્ય દિને મંચપર વિશેષ સુશોભન કરવામાં આવ્યું હતું. હજારો ભક્તો વહેલી સવારી પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રાત:પૂજાનાં દર્શન માટે પ્રમુખસ્વામી મંડપમ્માં ગોઠવાઈગયા હતા. પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની પ્રાત:પૂજામાં સંગીતજ્ઞ સંતોએ પ. પૂ. પ્રમુખસ્વામી મહારાજના સમગ્ર જીવનની ઝાંખી કરાવતા કીર્તનોનું ગાન કર્યું હતું. ત્યારબાદ બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ દ્વારા દીક્ષિતસંતોએ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજનું પૂજન કરીને ગુરુહરિને અર્ઘ્ય અર્પણ કર્યું હતું.
પ્રમુખસ્વામી મહારાજના પ્રાગ્ટ્યસન (જન્મસન) ચાણસદી રાજકોટ સુધી ૩૧૫ કી.મી.ની ભક્તિભાવપૂર્ણ પદયાત્રા કરીને ૭૮ યુવકો આવ્યા હતા. એવી જ રીતેઅગિયાર દિવસના આ મહોત્સવ દરમ્યાન વિવિધ સ્થળોથી અનેક ભાવિકો પદયાત્રા અને સાયકલ યાત્રા કરીનેઆ મહોત્સવમાં સમ્મિલિત થવા આવ્યા હતા.
પૂજ્ય મહંત સ્વામી મહારાજે પ્રમુખસ્વામી મહારાજના પરમ હિતકારી જીવનને ભાવાંજલિ અર્પણ કરી હતી અને જણાવ્યું હતું કે, “સ્વામી બાપાએ કાંઈ બાકી રાખ્યું નથી. શ્વાસ લેવાની પણ ફુરસદ મળે નહીં એટલો અપાર ભીડો ભક્તો માટે વેઠ્યો છે. એમના આપણા પર અનંત ઉપકાર છે. તે ક્યારેય ભુલાય એમ જ નથી.
પ.પૂ.પ્રમુખસ્વામી મહારાજના ૯૮મા જન્મજયંતી મહોત્સવની મુખ્ય સભા એટલે કે ૧૧ દિવસના મહોત્સવની ચરમસીમા.
આ દિવસે ધૂન અને ર્પ્રાનાગાનબાદ મંચ પરી બાળકો અને યુવાનોએ ખૂબ સુંદર વચનામૃત નૃત્યગીત પ્રસ્તુત કર્યું. મંચ પરી પસાર તથા ફ્લોટ્સમાં મૂકવામાંઆવેલી પરબ્રહ્મ ભગવાન સ્વામિનારાયણની પરાવણી ’વચનામૃત’ની પ્રાચીનતમ હસ્તપ્રતનું પ.પૂ.મહંત સ્વામી મહારાજે પૂજન કર્યું હતું. સ્વામિનારાયણ સંપ્રદાયના આ મુખ્ય ગ્રંની રચનાને આગામી વર્ષે ૨૦૦ વર્ષ પૂર્ણ થતા હોઈ વર્તમાન મહોત્સવ દરમ્યાન વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવની ઉદ્ઘોષણા કરવામાં આવી હતી.
સમગ્ર કાર્યક્રમ દરમ્યાન રજૂ થયેલ વિવિધ વિડિયો શોમાંવચનામૃતના સિદ્ધાંત વચનોનાં આધારે અને પ્રગટ ગુરુહરિ મહંતસ્વામી મહારાજના સ્વમુખે પ્રમુખ સ્વામીમહારાજના અક્ષરબ્રહ્મ સ્વરૂપનું મહિમાગાન માણી સૌએ ધન્યતાનો અનુભવ કર્યો હતો.
સભાના પૂર્વાર્ધમાં બાળકો અને યુવકોએ પ્રમુખસ્વામી મહારાજ જન્મ શતાબ્દીના વધામણા કરતું એક સુંદર નૃત્ય અને ગીત પ્રસ્તુતકર્યું હતું. તો વળી ઉત્તરાર્ધમાં પણબાળકો અને યુવાનોએ એક ભવ્ય નૃત્ય પ્રસ્તુત કરીને ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજને નૃત્યાંજલિ અર્પણ કરી હતી. મહોત્સવના ઉદ્ઘાટન તેમજ સમાપન એમ બન્ને મહત્વનાં સમારોહમાં ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરનાર ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજે આબાલ-વૃદ્ધ સૌ કોઈ પર કરેલા ઉપકારોનું સ્મરણ કરી પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજ સોના સંસ્મરણોનું વર્ણન કર્યું હતું.
આ મહોત્સવ સભાના સમાપન અવસરે વૈદિક અક્ષર-પુરુષોત્તમ દર્શનને અનુરૂપ સ્વામિનારાયણ આરતીમાં પ.પૂ.મહંત સ્વામી મહારાજ, મહાનુભાવો તેમજ સભામાં ઉપસ્થિત લાખો હરિભક્તો સમૂહ આરતીમાં જોડાયા ત્યારે આકાશમાં ટમટમતા અગણિત તારલાઓ વિરલ સંત પ્રમુખ સ્વામી મહારાજને જન્મદિને વધાવવા ધરતી પર ઉતરીઆવ્યા હોય તેવું નયનરમ્ય દૃશ્ય રચાયું હતું.. બરાબર એ જ સમયે ટેલિવિઝન ચેનલ અને વેબકાસ્ટિંગનાં માધ્યમી સમગ્ર વિશ્વમાં જીવંતપ્રસારણ માણી રહેલા લાખો ભક્તોએ પણ આ સમૂહ આરતીમાં જોડાઈને પોત-પોતાના ઘરોમાં આરતી ઉતારી હતી.