‘રાજકોટ સત્સંગ ગાથા’ નૃત્ય નાટિકાની અદ્ભુત પ્રસ્તુતી: શનિ-રવિની રજામાં લાખો હરિભકતો ઉમટયા: ૫૦૦ વૈદિક યજ્ઞ કુંડ અને ૧૫૦૦૦થી વધુ યજ્ઞ યજમાન જોડાશે
ત્રિદિવસીય સ્વામિનારાયણ વિશ્ર્વશાંતિ મહાયજ્ઞ
આજથી તા.૧૦,૧૧,૧૨ દરમ્યાન ત્રિ-દિવસીય ‘સ્વામિનારાયણવિશ્ર્વશાંતિ મહાયજ્ઞની શઆત થશે. આ મહાયજ્ઞમાં ૧૫,૦૦૦થી વધુ યજમાન ભકતો-ભાવિકો સંમેલિત થશે
- સ્વામિનારાયણ મહાયજ્ઞ વિશેષતા
- ૫૦૦ વૈદિક યજ્ઞ કુંડ.
- ૧૫,૦૦૦થી અધિક યજ્ઞયજમાન.
- પવિત્ર સંતો અને બ્રાહ્મણોના મુખેથી વૈદિક મંત્રોચ્ચારણ.
- પ.પૂ.મહંતસ્વામી મહારાજ અને વરિષ્ઠ સંતોની પુનિત ઉપસ્થિતિ.
અક્ષરપુરુષોતમ સ્વામિનારાયણ સંપ્રદાયના પથદર્શકપ્રમુખસ્વામી મહારાજના ૯૮માં જન્મોત્સવ નિમિતે વિશાળ સ્વામિનારાયણનગરમાં આજથીત્રિદિવસીય વિશ્ર્વશાંતિ મહાયજ્ઞનો પ્રારંભ થઈ રહ્યો છે. વેદ અને ઉપનિષદના માંગલિકસ્વરગાન સાથે યજ્ઞનો પ્રારંભ થયા બાદ ૬૦૦ યજ્ઞકુંડમાં સંખ્યાબંધ ભાવિકો દ્વારાઆહુતિ અર્પણ કરીને વિશ્ર્વશાંતિની શુભકામના વ્યકત કરવામાં આવશે.
આજે વહેલી સવારે નિત્ય પ્રાત પૂજાદર્શન બાદ સ્વામિનારાયણ વિશ્ર્વશાંતિ મહાયજ્ઞનું ભવ્ય આયોજન છે. ત્યારબાદ સાંજના સાંસ્કૃતિક કાર્યક્રમમાં રાજકોટ સત્સંગ ગાથાનું નૃત્યનાટિકા દ્વારા મંચન કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે છેલ્લા છ દિવસથી રાજકોટ મોરબી રોડ પર આવેલા સ્વામિનારાયણનગરમાં ભકતોનો અવિરત પ્રવાહ આવે છે. ગઈકાલે રવિવારની રજા અને સ્વામિનારાયણનગરમાં સાંજના સાંસ્કૃતિક કાર્યક્રમમાં કિર્તીદાન ગઢવી અને ઓસમાણ મીરના સંત ડાયરાને કારણે બે થી અઢી લાખ હરિભકતો ઉમટી પડયા હતા. પ્રાત:પૂજન વખતે મહંતસ્વામીના દર્શનનો લાભ લીધા બાદ બપોરના વિવિધ પ્રદર્શન ખંડ, સંતઝખા, લાઈટ એન્ડ સાઉન્ડ શો અને રાત્રીના સુર સંગીત કાર્યક્રમમાં લોક સાહિત્યની રસલ્હાણને ભાવિકોએ મનભરીને માણી હતી.
રાજકોટના આંગણે આયોજિત પ્રમુખસ્વામી મહારાજનાં ધર્મોત્સવમાંહજારો હરિભકતોએ સ્વામિનારાયણનગરમાં પ્રમુખ સ્વામી મહારાજના સમાજ ઉપયોગી કાર્યોનીજાણકારી મેળવી હતી. સ્વામિનારાયણનગરમાં બાળકોને આકર્ષતા ખુબ જ સુંદર ડોમ છે. જેમાંવચનામૃત અને વ્યસનમુકિતવાળા ડોમે સૌ રાજકોટવાસીઓને આકર્ષયા છે.
સ્વામિનારાયણનગરનીમુલાકાત લીધા બાદ બાળકોનું માનસ પરિવર્તન થઈ રહ્યું છે. સેવાનંદ, નિત્યાનંદ, મુકતાનંદ, ભારતાનંદ જેવાડોમમાં પ્રેરણાત્મક પ્રદર્શનો ગોઠવાયા છે. જેમાં બાળકો સેવાની વાતો કરે છે અનેસાંભળે છે જેને જોઈને અન્ય બાળકો પણ સેવા કરવા પ્રેરાય છે. વ્યસનમુકિતવાળા ડોમમાંપ્રદર્શન ફિલ્મ પુરી થયા બાદ પાંચ વર્ષનું સતસંગી માસુમ ટેણીયુ ઉપસ્થિત લોકોનેવ્યસનમુકત થવાનો ગઝબનો સંદેશ આપે છે.
આ સાથે વહેલી સવારે મહંતસ્વામી પણ પ્રાત:પૂજનમાં ૪:૪૫ વાગ્યેપહોંચી જાય છે. જેની પ્રેરણા લઈ અન્ય હરિભકતો પણ તેમના દર્શનની ઝલક લેવા પહોંચીજાય છે. દિવ્યભાવ, દાસભાવ, સુદ્રવ્યભાવ અનેગુણગ્રહણથી જ પ્રગતિ થાય છે તેવું મહંતસ્વામીએ કહ્યું હતું. સામાન્ય રીતે રવિવારએટલે રજાનો દિવસ. આ દિવસે લોકો આરામ અને હરવા ફરવામાં વિતાવે છે પરંતુ ગઈકાલનોરવિવારમાં તો જાણે આખુ રાજકોટ સ્વામિનારાયણનગરમાં ઉમટી પડયું હતું. વિવિધપ્રદર્શનખંડો નિહાળી પ્રેરણા પ્રાપ્ત કરી હતી. આ ઉપરાંત સુંદર આયોજન વ્યવસ્થાને પણવખાણી હતી.
સ્વામિનારાયણનગરમાં રાજકોટ સત્સંગ ગાથા
આજે મહોત્સવના છઠ્ઠા દિવસે પ્રમુખસ્વામી મહારાજે ૧૯૯૮માંપ્રતિષ્ઠિત કરેલ ભવ્ય મંદિરનો દ્વિદશાબ્દી મહોત્સવ ઉજવાય રહ્યો છે ત્યારે રાજકોટનાસત્સંગ ઈતિહાસ પર આધારિત ‘રાજકોટ સત્સંગગાથા’ નૃત્ય-નાટિકાનીઅદભુત પ્રસ્તુતિ સાયંકાળે સાંસ્કૃતિક કાર્યક્રમમાં કરવામાં આવશે.
ભગવાન સ્વામિનારાયણે સ્વલિખિત ધર્મગ્રંથ ‘શિક્ષાપત્રી’ અંગ્રેજ ગવર્નરસરજહોન માલ્કમને કોઠી કમ્પાઉન્ડ રેલવે ઓફિસમાં અર્પણ કરી.
ગુણાતીતાનંદ સ્વામીએ હરિભકત માવાજી કડિયાના ડેલામાં યજ્ઞકરી રાજકોટની ધરાને પાવન કરી.
સતપુરુષ પૃથ્વી પરથી કદી જતા જ નથી ભગતજી મહારાજ પ્રત્યેનાશાસ્ત્રીજી મહારાજનાં સિદ્ધાંત વચનોનું સાક્ષી રાજકોટ બન્યું.
બીએપીએસ સંસ્થાના સંસ્થાપક શાસ્ત્રીજી મહારાજનાવિદ્યાભ્યાસનું કેન્દ્ર બન્યું રાજકોટ.
યોગીજી મહારાજ અને શાસ્ત્રીજી મહારાજના પ્રથમ મિલનનુંસૌભાગ્ય રાજકોટને પ્રાપ્ત થયું.
વિશ્ર્વમાં પ્રસિદ્ધ યોગીજી મહારાજ ઉદબોધિત યોગીવાણી ‘યોગીગીતા’ રાજકોટમાં રચાઈ.
પ.પૂ.પ્રમુખસ્વામી મહારાજની ૫૯મી, ૭૮મી અનેવર્તમાનકાળે ૯૮મી જન્મજયંતી ઉજવવા સૌભાગ્યવંત બન્યું રાજકોટ.
પ.પૂ.મહંતસ્વામી મહારાજની દિવ્ય ઉપસ્થિતિમાં અક્ષર-પુરુષોતમદર્શન પર આધારિત સૈદ્ધાંતિક આરતીનું ઉદઘોષક બનશે રાજકોટની પુણ્યવંતી ધરા.
સ્વામીનારાયણ નગરમાં ભકતો-ભાવિકોની સલામતિ માટેનું અદ્ભુત આયોજન
સ્વામીનારાયણ નગરમાં સલામતી માટે અલાયદો સલામતી વિભાગ બનાવવામાં આવ્યો છે. કુલ ર૦ જેટલા સંતોના નેતૃત્વ હેઠળ નિવૃત પોલીસ ઓફીસરો, નિવૃત આર્મીના જવાનો હ્રદયપૂર્વક સેવામાં જોડાયા છે. કુલ ૧૪૦૦ કરતાં વધુ સ્વયંસેવકો ર૪ કલાક માટે રાઉન્ડ ધ કલોક સેવામાં જોડાયા છે. જેમાં ઇમરજન્સી ફોર્સ તથા ફાયર ફાઇટીંગમાં તાલીમ લીધેલા જવાનોનો પણ સમાવેશ થાય છે. સમગ્ર નગર પર નજર રાખવા માટે ર૦૦ જેટલા સી.સી ટીવી કેમેરા તથા વોકી ટોકી અને વાયફાય સીસ્ટમ દ્વારા મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. નગરમાં પ્રવેશ કરતા રસ્તા પર ભારે વાહનોને કારને કોઇ પ્રકારનો અકસ્માત ન થાય તે માટે થોડા થોડા અંતરે સ્વયં સેવકો વાહનોને નિયંત્રિત કરી રહ્યા છે. સમગ્ર નગરમાં ઇમરજન્સી વખતે તાત્કાલીક પહોંચી વળવા માટે નગર ફરતે ખુલ્લા માર્ગની વ્યવસ્થા કરવામાં આવી છે.