સ્વપન એક એવી દુનિયા જે વાસ્તવિક ના હોય પરંતુ એવો એહસાસ કરાવે કે સ્વપનની દુનિયા સાચી છે. આજના સમયની વાત કરીય તો આજના માનવીને સ્વપન આવું  દરોજની આદત થઈ ગઈ છે કારણકે આ જમાનો માનસિક તણાવ વાળો છે, દિવસ દરમિયાન જે કાર્ય માનવી કરે છે એની અનુભૂતિ એ સપનાની દુનિયાયામાં કરે છે. ચાલો આજે સ્વપનાની દુનિયાનું રહસ્ય શું સૂચવે છે અને શા માટે સ્વપન આવે છે તે જાણીય.

શા માટે સ્વપન આવે છે? શું રહસ્ય છે?

દિવસ દરમિયાન માનવી જે કામ કરે છે, જે જોવે છે, જે વિચારે છે ખાસ કરીને જે વિચારે છે અને મગજ એક નો એક વિચાર વારાંવાર કરે છે તે જ વિચાર રાતના સ્વપનામાં એક અનોખી ઘટના સાથે આવે છે અને એવું જ લાગે કે હકીકતમાં થઈ રહ્યું હોય, ઘણા લોકો એવા ખોવાઈ જય છે સ્વપનની દુનિયામાં જે પોતાની રોજિંદી જીંદગી ભૂલી જાય છે. સ્વપન આવુંએ એક ચેતવણી પણ આપતું હોય છે તો ક્યારેક માણસના તણાવને લીધે પણ આવે છે બધાની અલગ અલગ માન્યતા હોય છે.

lucid dream control neurosicnecneews

ઘણા લોકો જ્યોતિષ અનુશાર માનતા હોય છે કે કુંડળીમાં જે લખાયું છે તે જ સ્વપનમાં આવે, ક્યાં ગ્રહ ક્યાં ભ્રમણ કરે છે સૂર્ય  ક્યાં ગ્રહ પર છે, ચંદ્ર શું સૂચવે છે?

જ્યારે વિજ્ઞાનમાં અલગ માન્યતા છે કે જ્યારે માણસ તણાવ અનુભવતો હોય તો ક્યરેક ખુશી અનુભવતો હોય ત્યારે એના મગજમાં આજ વિચારણાના ચાલતી હોય છે સુવા સમય આજ વિચાર મગજમાં રાખી ને સુવે છે, માણસને એવું લાગે છે પોતે સૂઈ ગ્યો છે પરંતુ માણસનું શરીર સુવે છે મગજ સૂતો નથી એ એનું કર્યા કરે છે

વિજ્ઞાન એવું માને છે કે જ્યારે માણસ ચિંતામાં હોય છે ત્યારે સ્વપન આવે છે અને માણસ સૂઈ શકતો નથી અને આનિદ્રાનો ભોગ બને છે જેના અંગ્રેજી માં Insomnia કહેવામાં આવે છે જેના લીધે એ તણાવમાં આવીને ખરાબ સ્વપના નો ભોગ બને છે અને નકરત્મક તરફ ખેચાઈ છે.

Waking in the night

કેવા સ્વપના આવે છે અને શું સૂચવે છે

સ્વપના આવા સહેલું છે જે બધાને આવે છે પરંતુ એમથી 60% જ હકીકત હોય છે. જે સ્વપન રાતની નિન્દ્રા સમય આવે છે તે વધી ને 15 મિનિટના હોય છે ઘણા લોકો ને 2 થી 3મિનિટ માં જાગી જાય છે. આ સ્વપને કુદરતી સ્વપના કહવામાં આવે છે.

મંદિર કે ધાર્મિક વસ્તુ દેખાવી

એવું માનવમાં આવે છે જ્યારે આ વસ્તુ દેખાઈ છે ત્યારે માણસની સાથે કાઇક સારું થવાનું હોય છે અને સારા સમાચાર મળે છે.

દાંત તૂટવા

આ સ્વપન દેખાવું એક સંકેત આપે છે જ્યારે માણસ દગો કે કોઈ ખોટા લોકો સાથે આવી જય છે જેનો અંદાજ આવતો નથી એવા સમય રાતની નીંદરમાં આવ સ્વપના આવે છે જે સૂચવે છે કાઇક ખોટું થઈ રહ્યું છે, કાઇક ખરાબ થવાનું છે જેની ચેતવણી આપે છે.

દૂધ દેખાવું

આ સ્વપન શુભ સંકેત સૂચવે છે જે જીંદગીને સકારત્મક તરફ લઈ જાય છે, ઘણા લોકો ને પોતાની નૌકરીના સારા સંકેત આપે છે જ્યારે બીજા અલગ અલગ સારા સમાચારના સંકેત આપે છે.

સ્વપનાનો ઉકેલ.

આ તો માત્ર ઉદાહરણ છે આવા સ્વપના તો ઘણાને આવતા હોય છે અને કાઇક સૂચવીને જાય છે. ઘણા લોકો સ્વપનાને સાચું માની લે છે અને એમાજ ખોવાઈ જાય છે જે ખોટું છે જ્યારે સારું સ્વપન આવે છે તે એ શારું પરંતુ જે સ્વપન કઈ ચેતવણી આપે છે એ સમય માણસ પોતાની રીતે પગલું લેવાનું હોય અને સાચા ખોટની સમજણથી સ્વપનાની ભરણી દુનિયામાં આવી જવું જોઈ.

વિજ્ઞાનના માનવા પ્રમાણે માણસની મહેનતનું ફળ મળે છે. સ્વપનતો એક માનયતા છે જે ક્યારેક જ સાચી હોય છે પરંતુ મેહનત અને આત્મવિશ્વાસ થી જ ખુલીઆંખે જોયેલા જ સ્વપના સાચા કરવાની હિંમત આપે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.