સેલવાસ નગરપાલિકા દ્વારા પ્લાસ્ટીક બેગ અને પાણીના પાઉચ પર પ્રતિબંધ અંગે જાગૃતિ લાવવા સંદેશ આપ્યો
સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સેલવાસ નગર પરીષદ મુખ્ય અધિકારી મોહિત મિશ્રાના નેતૃત્વમાં સેલવાસ નગર પરીષદ દ્વારા ૨ ઓકટોબર સુધી સ્વચ્છતા જ સેવા છે. આ વિષય પર સ્વચ્છતા પખવાડીયું ઉજવાઈ રહ્યું છે. સેલવાસ નગર પરીષદ દ્વારા સેલવાસને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે પંચાયત માર્કેટમાં જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો મુખ્ય ઉદેશ્ય પ્લાસ્ટિક બેગ પર પ્રતિબંધ અને પાણીના પાઉચ ઉપર પ્રતિબંધ અંગે જાગૃતિ તેમજ સાફ સફાઈનો માહોલ બને તેના પર ધ્યાન કેન્દ્રિત કરાશે. આ અભિયાનમાં નગર પરીષદના મુખ્ય અધિકારી મોહિત મિશ્રા, નગર પરીષદના સ્વાસ્થ અધિકારી ડો.એસ.કુમાર, નગર પાલિકાના સ્વચ્છતા અધિકારી મેઘા લાખાણી, સોસાયટીના પ્રતિનિધિ અને અન્ય નાગરિકો તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા. આ અભિયાનમાં પંચાયત માર્કેટમાં બધી દુકાનોમાં જઈ પ્લાસ્ટીક બેંગ પ્રતિબંધ અને પાણીના પાઉચ પર પ્રતિબંધ વિશે જાગૃતિ સંદેશ આપ્યો સાથે જ દુકાનદારોને સુકા અને ભીના કચરા માટે કચરાની ડોલનું પણ વિતરણ કરવામાં આવ્યું. આ અભિયાન દ્વારા સેલવાસના દરેક નાગરિકને સ્વચ્છતા રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે.