નારી તું નારાયણી.. અને જ્યાં નારીનું સન્માન હોય ત્યાં જ દેવતાઓનો વાસ થાય છે તેવા પૌરાણિક ધાર્મિક અને સામાજિક નારી સન્માન ના સંસ્કાર વાક્યો અત્યારે તો માત્ર પુસ્તક ના સુવિચાર બનીને જ રહી ગયા છે, એ વાત અલગ છે કે આજના આધુનિક યુગમાં પુરુષ પ્રધાન સમાજ હવે પુરુષ સમોવડી મહિલા ના બૌદ્ધિક સહકારમાં આગળ આવતા દેખાય છે ,પરંતુ હજુ સમાજમાં મહિલાને એક અલગ જ માનસિકતાથી જોવાનો રિવાજ જાણે અજાણ્યે ચલાવવામાં આવી રહ્યો છે …”દીકરી સાપનો ભારો”. “સોનાના બાલોત્યે યે દીકરી ન જોઈએ’ તેવી નકારાત્મક માનસિકતા આજે પણ સમાજને મહિલા શક્તિ ના સન્માન થી દૂર રાખે છે શાળા-કોલેજમાં બેન દીકરી ને કોઈ હેરાન કરતું હોય તો સામાજિક સંતાપનો ભોગ બનેલ ઘરની દીકરી ને મજબૂત બનાવવા,પરિવારજનો પડખે ઊભા રહેવાના બદલે ઊલટાનું ભણવાનું જ બંધ કરી દે છે અને એક ઉગતિ પ્રતિભા માત્ર ને માત્ર સમાજની નબળી વિચારસરણીવાળા કારણે મૃતપ્રાય બની જાય છે ,રામરાજ ના દાવા થાય છે પરંતુ પુરુષ પ્રધાન સામાજિક વ્યવસ્થામાં અગ્નિ પરીક્ષા તો હંમેશા સીતાને જ દેવાની થાય છે. દુષ્કર્મ આચરનાર નરાધમના પાપ ની સાબિતી માટે ટુ ફિંગુર ટેસ્ટ માં ક્યારેય પુરુષોને ચકાસવામાં આવતા નથી આવી માનસિકતા અત્યારે ૨૧મી સદીમાં હરગિજ ચલાવી ન લેવાય મહિલા અને નારી જગતને બીજા દરજ્જાના પાત્ર જોવાની સમાજની માનસિકતા જો હવે નહીં બદલાય તો સંયમ અને ખાનદાની લજ્જા અને ધર્મનું અનુસરણ કરીને સમાજમાં સરખો હિસ્સો હોવા છતાં દાસીની ભૂમિકા માં રહેતી નારી સમાજના એક તરફી આધિપત્યને ઠોકરે મારી દેશે તો સૌથી વધારે પુરુષોને જ ભોગવવાનું રહેશે
પુરુષ પ્રધાન સમાજ વ્યવસ્થામાં નારી તું નારાયણી ના સુત્રો પર વાતો થાય છે પરંતુ અમલ થતો નથી ભારત ૨૧મી સદીમાં વિશ્વગુરુ બનવા જઈ રહ્યું છે ત્યારે શાસ્ત્રમાં થયેલી માહિતી મુજબ નારી સન્માનની ભાવના અને ખરા અર્થમાં નારી તું નારાયણી નો સમાજ સ્વીકાર નહીં કરે તો નારી અવગણના એક સમયે પુરુષોને જ નડશે મહિલા એકાધિકાર અને પુરુષ પ્રધાન સમાજ વ્યવસ્થામાં મહિલાના પરોક્ષ શોષણથી આવનાર દિવસોમાં મહિલાઓનો સામાજિક વ્યવસ્થા પરથી વિશ્વાસ ઉઠી જશે જો સમાજ અત્યારે નહીં સમજે તો તેના પરિણામ પુરુષોને જ ભોગવવા પડશે મહિલા શક્તિ ની અવગણના કરનાર પુરુષ પ્રધાન સમાજ ક્યારે સામાજિક રીતે સફળ નહીં થાય નારી સન્માનની ભાવના એક સત્ય છે નારી સન્માનની ભાવના શાસ્ત્ર આદેશ પ્રત્યેના આંખ મિચામણા આથી તમામ મુદ્દા ઊભા થાય છે ત્યારે દીકરી દીકરા વચ્ચે નું અંતર ન રાખવાની વાતો થાય છે પરંતુ ક્યાંક એક તબક્કે હજુ કોઈ લોકેશન જેવી માનવ સંસ્કૃતિની આવકારદાયક વ્યવસ્થા સામે પણ સવાલ ઉભા થાય છે અગ્નિ પરીક્ષા ની નોબત આવે ત્યારે અને આજના ખુલાસા કરવાના હોય ત્યારે હંમેશાં સીતાને જ અગ્નિ પરીક્ષા આપવાની છે સમાજને સૃષ્ટિનું અસ્તિત્વ નારી સાથે સંકળાયેલા છે માં બેન દીકરી પત્ની ના સ્ત્રી પાત્રો વગર સમાજ શક્ય નથી ત્યારે આવા પવિત્ર પવિત્રતા જાળવવી જોઈએ