ડો. કમલ ડોડીયાની ડીન તરીકેની મુદતનો આજે છેલ્લો દિવસ: ડો. દવેને ચાર્જ સોંપાયો.
સૌરાષ્ટ્ર યુનિવસિટીના ૧૭માં કુલપતિની પસંદગી અવઢવમાં મુકાઇ છે અને આજે હાલના ઇન્ચાર્જ કુલપતિ ડો. કમલ ડોડીયાની ડીનની મુદત પુરી થતી હોય શિક્ષણ વિભાગે હોમ સાયન્સ ભવનના હેડ અને ડીન ડો. નિલામ્બરી દવેને ચાર્જ સોંપી દીધો છે. ડો. નિલામ્બરી દવે આવતીકાલથી વિધિવત રીતે ઇન્ચાર્જ કુલપતિનો ચાર્જ સંભાળશે.
સૌરાષ્ટ્ર યુનિવસિટીના નવા ૧૭માં કુલપતિની પસંદગી ફરીથી ધોંચમાં પડી છે. ત્યારે રાજકીય માથાઓ પોત-પોતાના ઉમેદવારોને સીટ પર બેસાડવા ભરપુર પ્રયાસો કરી રહ્યા છે. જો કે આજે ૧૭માં કુલપતિની જાહેરાત થવાની શકયતા દેખાતી હતી. પરંતુ એ પ્રક્રિયા પુરી ન થતાં.
ફરીથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઇન્ચાર્જ કુલપતિ તરીકે ડો. નિલામ્બરી દવે પર કળશ ઢોળાયો છે તેઓ હાયર એજયુકેશન સાથે ૩૦ વર્ષથી સંકળાયેલા છે. અને હાલ હોમ સાયન્સ ભવનના વડા અને ડીન તરીકે ફરજ બજાવી રહ્યા છે. અગાઉ તેઓ સિન્ડીકેટ સભ્ય પણ રહી ચુકયા છે.
કુલપતિની રેસ માટે અનેક નામો ચર્ચામાં હતા. જો કે હજુ કોઇ સત્તાવાર રીતે જાહેરાત ન થતા કુલપતિની પસંદગી અવઢવમાં પડી છે. નવા કુલપતિની પસંદગી જલ્દી પુરી થાય તેવો આદેશ કરવામાં આવ્યો છે. હવે સર્ચ કમીટીનો રીપોર્ટ આવતાની સાથે જ આ નવા કુલપતિની પસંદગી કરી દેવામાં આવશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com