ત્રીજી વખત ઓનલાઈન પરીક્ષા લેવાશે: આત્મીય કોલેજ ખાતે સવારે ૮ વાગ્યાથી પરીક્ષાનો પ્રારંભ થશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પી.એચ.ડીના રજિસ્ટ્રેશન પુરા થતા આવતીકાલે યુનિવર્સિટીના ૨૧૦૦ વિદ્યાર્થીઓ પી.એચ.ડી.ની એન્ટ્રસ એકઝામ આપશે. આ પરીક્ષા ત્રીજી વખત ઓનલાઈન લેવામાં આવી રહી છે. આવતીકાલે આત્મીય કોલેજ ખાતે સવારે ૮ વાગ્યાથી આ પરીક્ષાનો પ્રારંભ થશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વર્તુળમાંથી મળતી માહિતી મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પી.એચ.ડી.માં પ્રવેશ મેળવવા માટે ત્રીજી વખત ઓનલાઈન પરીક્ષા લેવામાં આવનાર છે. જેમાં ૪૨ વિષયો માટે ૨૧૦૦ જેટલા ઉમેદવાર ઓનલાઈન પરીક્ષા આપશે. પરીક્ષા પૂરી થતાની સાથે જ તેનું તાત્કાલીક પરીણામ જાહેર કરી દેવામાં આવશે.
આ પી.એચ.ડી.ની પરીક્ષા આત્મીય કોલેજ ખાતે લેવામાં આવશે અને આ પરીક્ષામાં ગેરરીતિ થતી અટકાવવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા અનેક નિર્ણયો કરવામાં આવ્યા છે.