મહાસુદ પાંચમને સોમવારે તા.૨૨ના રોજ વસંત પંચમી છે વસંત પંચમીને શ્રીપંચમી પણ કહેવામાં આવે છે. દરેક ધાર્મિક સ્થળોમાં વસંત પંચમીનો ઉતસવ ધામધુમથી ઉજવાય છે. વસંત પંચમીના દિવસે સરસ્વતી પૂજન અને વિષ્ણુ ભગવાનનું પુજનનો મહિમા વધારે છે.
વસંતઋતુ બધી જ ઋતુમાં શ્રેષ્ઠ ગણાય છે. આ દિવસે પોતાના ઘરને શણગાર કરવો ઉતમ છે. વસંત ઋતુમાં પૃથ્વીમાં નવું ચેતન આવે છે. વૃક્ષો અને વનસ્પતીમાં નવુ ચેતન ઉભરાય છે.
વસંત ઋતુની કથા:- હિમાલયમાં તપ કરતા શંકર ભગવાનનો તપોભંગ કરવા માટે કામદેવે વસંત ઋતુની મદદ લેવી પડી હતી. મહાદેવજીએ પોતાનું ત્રીજુ નેત્ર ખોલી કામદેવને ભસ્મ કરેલ આમ કામદેવે વસંત ઋતુની મદદ લીધી હોવાથી આ ઋતુ આનંદની ઋતુ ગણાય છે. કથા પ્રમાણે ભગવાન રામ સિતાજીની ખોજમાં જાય છે ત્યારે શબરી મળે છે અને ભગવાન તેમના બોર આરોગે છે. આ દિવસ પણ વસંત પંચમીનો હતો.
વસંત પંચમીના દિવસે પુસ્તકોનું પુજન ખાસ કરવું જોઈએ. આ દિવસે વિદ્યાની દેવી સરસ્વતી માતાજીની ઉપાસના કરવા વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસના પુસ્તકોનું પુજન કરવું આથી પુસ્તકો પ્રત્યે આદર જળવાઈ રહે અને શ્રેષ્ઠ વિદ્યાની પ્રાપ્તી થાય.