૨૩ મેથી અમલી થનાર સેનેટની ૪૬ માંથી ૪૩ બેઠકો બિનહરીફ
સૌરાષ્ટ્ર યુનિવસીર્ટીની સેનેટની નોંધાયેલા સ્નાતકોની કાયદા વિઘાશાખાની એક બેઠક માટે ચુંટણી યોજાએલ હતી. જેમાં કુલ ૩૭૦ મતદારોમાંથી ૨૮૭ એટલે કે ૭૭.૫૬ ટકા શાંતિપૂર્ણ મતદાન થયેલ હતું. જેમાં સૌથી વધુ રાજકોટ કેન્દ્ર ખાતે ૨૮૦ મત પડયા હતા અને બાકીના ચાર કેન્દ્રોમાં કુલ મળી ૭ મતો પડયા હતા. જેની મત ગણતરી કાલે સવારે ૧૧ કલાકે સૌરાષ્ટ્ર યુનિવસીર્ટી કાર્યાલય ખાતે કરવામાં આવશે.
સૌરાષ્ટ્ર યુનિવસીર્ટીની આગામી તા. ૨૩-૫-૨૦૧૭ થી અમલમાં આવનાર નવી સેનેટ માટે જુદી જુદી બેઠકો માટે વિવિધ તબકકાઓમાં સેનેટની કુલ ૪૬ બેઠકો માટે ચુંટણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ હતી. આ પ્રક્રિયામાં કુલ ૪૬ બેઠકોમાંથી ૪૩ બેઠકો સમરસ એટલે કે બીનહરીફ જાહેર થયેલ હતી. જયારે બાકીની ૩ બેઠકો એટલે કે કોલેજ શિક્ષકમાં કોમર્સ વિઘાશાખાની બેઅને નોંધાયેલ સ્નાતકોમાં કાયદા વિઘાશાખાની એક સીટ માટે ચુંટણી યોજાઇ હતી.
આ પૈકી કોલેજ શિક્ષકની કોમર્સની બી સીટો માટે તા. ૯-૪ રોજ ચુંટણી યોજાએલ હતી અને તા. ૧૧-૪ ના રોજ તેની મતગણતરી કરી પ્રક્રિયા પુર્ણ થયેલ હતી. જયારે કે આજરોજ યોજાએલ સેનેટની નોંધાયેલ સ્નાતકોની કાયદા વિધાશાખાની એક બેઠક માટેની ચુંટણીની મતગણતરી કાલ થશે