કાવડ યાત્રીઓ નાચતા કુદતા બિન્દ્રબીન મંદિર ખાતે રવાના થયા
સેલવાસમાં શ્રાવણમાસમાં મહાકાલેશ્ર્વર મિત્ર મંડળ દ્વારા રવિવારે કાવડયાત્રા કાઢવામાં આવી બપોરે ૩ વાગે આમલીના ગાયત્રી મંદિર પાસે મોટી સંખ્યામાં કાવડયાત્રીઓ ભેગા થયા. આ દરમિયાન નટુભાઈ પટેલ, નગરપાલીકા અધ્યક્ષ રાકેશસિંહ ચૌહાણ, ઉપાધ્યક્ષ અજયભાઈ દેસાઈએ મંદિરમાં મહાદેવની પૂજા કરી સાંસદ નટુભાઈ પટેલ અને અન્ય અતિથિઓએ શ્રીફળ વિધિ કરી યાત્રાની વિધિવત શ‚આત કરી આ અવસર પર સાંસદ નટુભાઈ અને અન્ય અતિથિઓએ કાવડ લઈને કાવડીઓની સાથે ચાલ્યા જેથી કાવડીઓનો ઉત્સાહ વધ્યો અને બમ બમ ભોલેના નારા સાથે પરીસર ગુંજી ઉઠ્યું.
આ કાવડયાત્રા આમલીના ગાયત્રી મંદિરથી શ‚ થઈ ને બિન્દ્રાબીન મંદિર જશે. જયાંથી જળ ભરીને કાવડીઓ લવાછા સ્થિત રામેશ્ર્વર શિવમંદિરમાં જળાભિષેક કરશે ત્યારે ઉત્સાહ સાથે નિકળેલા કાવડયાત્રીઓ નાચતા કુદતા બમબમ ભોલેનો નાદ કરતા બિન્દ્રાબીન મંદિર માટે રવાના થયા.