- ગૃહ ઉધોગ દ્વારા અંદાજે 60 થી વધુ મહિલાઓને પુરી પાડવામાં આવે છે રોજીરોટી
- વર્ધમાન મહિલા ગૃહ ઉધોગ સંસ્થા છેલ્લા 40 વર્ષ થી મહિલાઓ માટે કાર્યરત
સુરેન્દ્રનગર: વઢવાણ ખાતે આવેલ વર્ધમાન મહિલા ગૃહ ઉધોગ સંસ્થા છેલ્લા 40 વર્ષ થી મહિલાઓના ઉત્થાન માટે કાર્ય કરે છે. આ સંસ્થા દ્વારા વિવિધ ચીજ વસ્તુઓના ઉત્પાદન અને વેચાણ થકી અનેક મહિલાઓને પગભર બનાવવાનો શરૂઆત થી જ પ્રયાસ કરવામાં આવે છે. ત્યારે આ સંસ્થામાં કામ કરતી મહિલાઓ દ્વારા વર્ષો થી શિયાળામાં ખાસ રાયતા મરચા બનાવવામાં આવે છે. જેની માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર ભારતમાં તેમજ અમેરિકા,લંડન, દુબઇ, ન્યૂઝીલેન્ડ જેવા બહારના દેશોમાં પણ માંગ છે. વઢવાણ પંથકમાં શિયાળામાં મબલખ ઉત્પાદન થતાં મરચાની ખુબ માંગ રહે છે. ત્યારે સંસ્થાની મહિલાઓ દ્વારા ખાસ પ્રકારની રેસીપી દ્વારા રાયતા મરચા તૈયાર કરવામાં આવે છે. જેમાં મીઠું અને હળદર ભરી મરચાને એક દિવસ રાખવામાં આવે છે જેથી આ રાયતા મરચાનો સ્વાદ અંદાજે 12 મહિના સુધી એક સરખો અને તાજો જ રહે છે. મરચાની કિંમત કરતા પાંચ ગણો કુરીયર ચાર્જ ચૂકવીને પણ અમેરીકા, દુબઇ અને કેનેડા જેવા દેશમાં વસતા ગુજરાતીઓ વઢવાણ થી મરચા મંગાવે છે.
આ અંગે વિગતે વાત કરવામાં આવે તો, વઢવાણ ખાતે આવેલ વર્ધમાન મહિલા ગૃહ ઉધોગ સંસ્થા છેલ્લા ૪૦ વર્ષ થી મહિલાઓના ઉત્થાન માટે કાર્ય કરે છે. આ સંસ્થા દ્વારા વિવિધ ચીજ વસ્તુઓના ઉત્પાદન અને વેચાણ થકી અનેક મહિલાઓને પગભર બનાવવાનો શરૂઆત થી જ પ્રયાસ કરવામાં આવે છે. ત્યારે આ સંસ્થામાં કામ કરતી મહિલાઓ દ્વારા વર્ષો થી શિયાળામાં ખાસ રાયતા મરચા બનાવવામાં આવે છે જેની માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર ભારતમાં તેમજ અમેરિકા,લંડન, દુબઇ, ન્યૂઝીલેન્ડ જેવા બહારના દેશોમાં પણ માંગ છે. વઢવાણ પંથકમાં શિયાળામાં મબલખ ઉત્પાદન થતાં મરચાની ખુબ માંગ રહે છે… ત્યારે સંસ્થાની મહિલાઓ દ્વારા ખાસ પ્રકારની રેસીપી દ્વારા રાયતા મરચા તૈયાર કરવામાં આવે છે.જેમાં મીઠું અને હળદર ભરી મરચાને એક દિવસ રાખવામાં આવે છે જેથી આ રાયતા મરચાનો સ્વાદ અંદાજે ૧૨ મહિના સુધી એક સરખો અને તાજો જ રહે છે. મરચાની કિંમત કરતા પાંચ ગણો કુરીયર ચાર્જ ચૂકવીને પણ અમેરીકા, દુબઇ અને કેનેડા જેવા દેશમાં વસતા ગુજરાતીઆે વઢવાણ થી મરચા મંગાવે છે.
વઢવાણ ખાતે આવેલ વર્ધમાન મહિલા ગૃહ ઉધોગ સંસ્થા મહિલાઓ પગભર અને સ્વનિર્ભર બને તેવા હેતુ થી વર્ષો થી કાર્યરત છે અને કોઈપણ જાતના ધંધાકીય સ્વાર્થ માટે નહિ પરંતુ માત્ર મહિલાઓના ઉત્થાન માટે જ કાર્ય કરે છે શિયાળાની સિઝનમાં મરચાના ઉત્પાદનમાં અંદાજે ૬૦ થી વધુ મહિલાઓ જોડાયેલી છે.જે દૈનિક ૧૫૦ થી ૨૦૦ કિલો મરચાનુ ઉત્પાદન અને વેચાણ કરે છે અને શિયાળાની કુલ સિઝન દરમિયાન અંદાજે ૬ થી ૭ હજાર કિલો જેટલા મરચાનું વેચાણ થાય છે.રાયતા મરચાના ઉધોગ સાથે સંકળાયેલા મહિલાઓને દૈનિક રૂપિયા ૩૫૦ જેટલુ વળતર ચૂકવવામાં આવે છે. આમ વર્ધમાન મહિલા ગ્રુહ ઉધોગ દ્વારા વઢવાણના રાયતા મરચાના ઉધોગ થકી ૬૦ થી વધુ મહિલાઓને આર્થિક રીતે સાચા અર્થમાં આત્મનિર્ભર બનાવી છે. બનાવવાની સાથે સાથે આ રાયતા મરચાનો સ્વાદ છેક સાત સમંદર પાર સુધી પહોંચાડ્યો છે.
શિયાળાની સિઝન શરૂ થતાં જ ગુજરાત સહિત વિદેશમાં થી વઢવાણના પ્રખ્યાત મરચાના ઓર્ડરનું બુકિંગ શરૂ થઈ જાય છે અને વિદેશમાં વસતા ગુજરાતીઓ પણ જાણે વઢવાણના મરચાની રાહ જોતા હોય તેમ અચૂક શિયાળાની સીઝનમાં ગમે તેટલો ખર્ચ થાય મરચા મંગાવી તેનો સ્વાદ માણે જ છે. ત્યારે આજે વઢવાણના રાયતા મરચાનો સ્વાદ વર્ધમાન મહિલા ગૃહ ઉધોગ થકી છેક સાત સમંદર પાર પહોચ્યો છે.
અહેવાલ: ઘનશ્યામ ભટ્ટી