- ચુટાયેલા સભ્યોની નગરપાલિકાની કચેરી ખાતે અંતિમ બેઠક યોજાઈ
- દુધરેજ વઢવાણ નગરપાલિકાની અંતિમ બેઠકમાં ચુટાયેલા સભ્યોનો વિદાય કાર્યક્રમ યોજાયો
- જિલ્લા કલેકટર અને મહાનગરપાલિકાના કમિશનર સહીતના સદસ્યો રહ્યા ઉપસ્થિત
સુરેન્દ્રનગરને મહાનગર પાલિકાનો દરજજો આપવાની જાહેરાત બાદ ચુટાયેલા સભ્યોની નગરપાલિકાની કચેરી ખાતે અંતિમ બેઠક યોજાઈ હતી. જેમાં નગરપાલિકાના તમામ 13 વોર્ડના સદસ્યોનો વિદાય કાર્યક્રમ પણ યોજાયો હતો. જેમાં જિલ્લા કલેકટર અને મહા નગરપાલિકા ના કમિશનર કે સી સંપત વિધાનસભાના નાયબમુખ્ય દંડક જગદીશ મકવાણા, મહામંત્રી ધીરૂ સિંધવ ઉપરાંત પાલિકા પ્રમુખ જીજ્ઞા પંડયા સહીત નગરપાલિકાના તમામ 13 વોર્ડના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.
આ અંગે વિગતે વાત કરવામાં આવે તો, સુરેન્દ્રનગરને મહાનગર પાલિકાનો દરજજો આપવાની જાહેરાત બાદ ચુટાયેલા સભ્યોની નગરપાલિકાની કચેરી ખાતે અંતિમ બેઠક યોજાઈ હતી. જેમાં નગરપાલિકાના તમામ 13 વોર્ડના સદસ્યોનો વિદાય કાર્યક્રમ પણ યોજાયો હતો.જેમાં વઢવાણ ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા નાયબ દંડકે હવે રાજયની સાથે કેન્દ્રની પણ ગ્રાન્ટ આવશે જેના થકી શહેરનો વિકાસ થવાની વાત કરી હતી.અને સુરેન્દ્રનગર સુંદર નગર બનશે.
ગુજરાત સરકારે સોમવારે સુરેન્દ્રનગરને મહાનગર પાલિકાનો દરજજો આપવાની જાહેરાત બાદ નગરપાલિકાની બોડી વિખેરી દેવામાં આવી હતી જેની શુક્રવારના રોજ પાલિકાની કચેરીમાં અંતિમ બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લા કલેકટર અને મહા નગરપાલિકા ના કમિશનર કે સી સંપત વિધાનસભાના નાયબમુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા મહામંત્રી ધીરૂભાઇ સિંધવ ઉપરાંત પાલિકા પ્રમુખ જીજ્ઞાબેન પંડયા સહીત નગરપાલિકાના તમામ 13 વોર્ડના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.