- હીરાની મંદીના કારણે કામ ન મળતા આત્મહ-ત્યા કરી હોવાનું આવ્યું સામે
- મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડાયો
- ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ ભાવેશ ટાંકે આપ્યું નિવેદન
- રત્ન કલાકારોના આપઘાત પાછળ હીરા ઉદ્યોગની આર્થિક મંદી જવાબદાર
સુરતના ઉધના વિસ્તારમાં આવેલા વિજયનગરમાં રહેતો અનિકેત દિપક ઠાકોર છેલ્લા પાંચ વર્ષથી તે રત્નકલાકાર તરિકે કામ કરતો હતો. હીરાની મંદીમાં તેને દિવાળી બાદ કામ મળતું નહોતું. રોજ કામ શોધવા જતો પરંતુ સફળતા ન મળતા બ્રિજ પરથી તાપી નદીમાં ઝંપલાવી દીધું હતું. જે બાદ શોધખોળ કરતાં તેનો મૃતદેહ મળ્યો હતો. આર્થિક તંગીથી કંટાળીને યુવાને જીવન ટુંકાવ્યું હોવાનું સામે આવ્યું છે. હાલ તેના મૃતદેહને પીએમ માટે મૂકી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જે અંગે સુરત ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ દ્વારા નિવેદન પણ આપવામાં આવ્યું છે. તેમજ રત્ન કલાકારો માટે આર્થિક સહાય પેકેજ જાહેર કરવા માંગ કરી છે.
આ અંગે મળતી માહિતી અનુસાર, છેલ્લા બે-અઢી વર્ષથી ચાલી રહેલી હીરાની મંદી હવે વધુ ઘેરી બની છે. સુરતમાં રત્નકલાકારોની હાલત કફોડી થઈ ગઈ છે. ત્યારે દિવાળી બાદ હજુ પણ ઘણા કારખાના શરૂ થયા નથી. આવા કપરા સંજોગોમાં રત્નકલાકારો આત્મહત્યા કરી રહ્યા હોવાનો વધુ એક કેસ નોંધાયો છે. આર્થિક તંગીથી કંટાળીને ઉધના વિસ્તારમાં રહેતા રત્નકલાકારે તાપી નદીમાં કુદીને આત્મહત્યા કરી લેતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયું છે.
ઉધના વિસ્તારમાં આવેલા વિજયનગરમાં માં દિપક ઠાકોર પરિવાર સાથે રહેતો હતો. છેલ્લા પાંચ વર્ષથી તે રત્નકલાકાર તરિકે કામ કરતો હતો. જો કે, હીરાની મંદીમાં તેને દિવાળી બાદ કામ મળતું નહોતું. રોજ કામ શોધવા જતો પરંતુ સફળતા મળતી નહોતી. જેથી ઘરેથી કામ શોધવા જતો હોવાનું કહીને બ્રિજ પરથી તાપી નદીમાં ઝંપલાવી દીધું હતું. બાદમાં શોધખોળ કરતાં તેનો મૃતદેહ મળ્યો હતો. હાલ તેના મૃતદેહને પીએમ માટે મૂકી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મૃતકના સંબંધીએ કહ્યું કે, અનિકેત ભૂપત ઠાકુર દિવાળી સુધી હીરામાં કામ કરતો હતો. દિવાળી બાદ વેકેશન બાદ શોધવા છતાં નોકરી મળતી નહોતી. જેથી આ પગલું ભર્યું છે. ભાડાના મકાનમાં રહેતા હતાં. પરિવારમાં બહેન અને માતા પિતા હતાં. ઘરેથી નોકરી શોધવા જવાનું કહીને નીકળી ગયો હતો. અમે તપાસ કરી તો બાઈક મળી અને ત્યારબાદ બ્રિજ નીચેથી મૃતદેહ મળ્યો હતો. મૂળ મહારાષ્ટ્રના રહેવાસી છે.