- વલસાડ જિલ્લામાં ઇકો કાર સહીત 13 જગ્યાએ કરી’તી ચોરી
- ક્રાઈમ બ્રાન્ચે સુરત તેમજ મહારાષ્ટ્રથી આરોપીઓને ઝડપ્યા
સુરત તેમજ વલસાડ જિલ્લામાં ઇકો કારની ચોરી કરનાર તેમજ અલગ અલગ 13 જગ્યાએ ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનાર ચીકલીગર ગેંગના ત્રણ આરોપીને સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. મળતી માહિતી મુજબ ત્રિવેણી ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાંથી ઇકો કારની ચોરી કરીને, ઇકો વડે શહેર તેમજ વલસાડ જિલ્લામાં 13 જગ્યાએ ચોરીને અંજામ આપ્યો હતો. જે અંગે નોંધાયેલ ફરિયાદ મુજબ મહારાષ્ટ્ર અને સુરત ખાતેથી બાતમીના આધારે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમજ આ આરોપીઓ પાસેથી પોલીસે ચાંદીના 3 પાયલ, 3 ચાંદીના સિક્કા, 4 મોબાઈલ, સહિતની વસ્તુઓનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
આ અંગે મળતી માહિતી અનુસાર, સુરત તેમજ વલસાડ જિલ્લામાં ઇકો કારની ચોરી કરી અલગ અલગ 13 જગ્યાએ તાળા તોડી તેમજ દુકાનોના શટર ઊંચા કરી ફોડ ચોરીની ઘટનાને અંજામ આપનાર ચીકલીગર ગેંગના ત્રણ આરોપીને સુરત તેમજ મહારાષ્ટ્ર ખાતેથી બાતમીના આધારે સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. 16 ડિસેમ્બર 2024ના રોજ રાત્રિના સમયે સુરતના ચોક બજાર વિસ્તારમાં આવેલા વેડ રોડ ત્રિવેણી ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાંથી એક સિલ્વર કલરની ઇકો ફોરવીલર કારની ચોરી થઈ હતી. આ બાબતે ચોક બજાર પોલીસ સ્ટેશનમાં ગુનો પણ દાખલ થયો હતો. ત્યારબાદ આ ચોરીની ઈકો કાર વડે સુરત શહેર તેમજ વલસાડ જિલ્લામાં મેડિકલ તેમજ કરિયાણાની દુકાનમાં શટલ ઊંચા કરીને તેમજ બંધ મકાનોના તાળા તોડીને 13 જગ્યાએ ચોર ઈસમો દ્વારા ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. ત્યારે આ ગેંગને પકડવા માટે સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમો પણ એક્ટિવ થઈ હતી.
સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે ઈકો ગાડીની ચોરી કરી 13 જગ્યાએ ઘર ફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા ઈસમો નાનપુરા શનિવારી બજાર પાસે ફરી રહ્યા છે. ત્યારે નાનપુરા શનિવારી બજાર પાસેથી પોલીસે આરોપી મોહન ઉર્ફે બીડી જૂની, તત્વીરસિંગ ટાંકની ધરપકડ કરી હતી અને આ બે આરોપીની પૂછપરછ બાદ ત્રિશુલસિંગ ઉર્ફે અનિલસિંગ દુધાની મહારાષ્ટ્રના થાણે ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસ દ્વારા આરોપીની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે, સતવિરસિંગ તેમજ અનિલસિંગ બંને સાળો બનાવી છે અને સતવીરસિંગ પાસે પૈસા ન હોવાથી થાણે મહારાષ્ટ્ર ખાતે રહેતા તેના શાળા અનિલસિંગ તથા તેની સાથે કામ કરતા મોહનસિંગને તેને સુરત બોલાવ્યા હતા અને ત્યારબાદ ઇકો કારની ચોરી કરી અલગ અલગ જગ્યાએ ઘરફોડ ચોરી કરવાનો પ્લાન તૈયાર કર્યો હતો અને તેમને સૌપ્રથમ ચોક બજારના વેડ રોડના ત્રિવેણી ઇન્ડસ્ટ્રીયલ માંથી એક eeco કારની ચોરી કરી હતી અને ત્યારબાદ પીપલ્સ ચાર રસ્તા નજીક એક મેડિકલની દુકાનનું શટર ઊંચું કરી તેમાંથી રોકડ રકમની ચોરી કરી હતી.
ત્યારબાદ આ ઇકો કાર લઈ વલસાડ સીટી તેમજ વલસાડ ટાઉન તેમજ ભીલાડ અને વલસાડ રૂલર વિસ્તારમાં આવેલ અતુલ કંપની પાસે અલગ અલગ મકાનો તેમજ દુકાનોના તાળા તોડી તેમાંથી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમની ચોરી કરી તેઓ ઇકો કારલે સુરત આવ્યા હતા.
આરોપીઓને પોલીસ પકડી ન શકે એટલા માટે આરોપીઓએ ઇકો કારને વાપી બ્રિજ નીચે બીનવારસી હાલતમાં મૂકી દીધી હતી અને ત્યારબાદ તે સુરત આવી ગયા હતા અને રોકડા રૂપિયા તેમને સરખે ભાગે વહેંચી લીધા હતા. તેમજ આરોપી અનિલસિંગ મહારાષ્ટ્રના થાણે ખાતે ચાલ્યો ગયો હતો. પોલીસની પૂછપરછમાં સામે આવ્યું છે કે ગત માર્ચ 2024 માં આરોપી સતવીરસિંગે પોતાના અન્ય સાગરીતો સાથે મળીને મહારાષ્ટ્રના જલગાવ જિલ્લામાં આવેલ યાવલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાત્રિ દરમિયાન પાનના ગલ્લાનું તાળું તોડી તેમાંથી રોકડા રૂપિયા તેમજ સિગારેટ વગેરે જેવા સામાન્ય ચોરી કરી હતી. આ ઉપરાંત એક મકાનનો તાળો તોડી તેમાંથી પણ રોકડા રૂપિયાની ચોરી કરી હતી
આ આરોપીઓ પાસેથી પોલીસને ચાંદીના 3 પાયલ, 3 ચાંદીના સિક્કા, 4 મોબાઈલ, 1 કાતર, 2 ડીસમિસ, 1 પોપટ પાનું સહિતનો મુદ્દા માલ મળી આવ્યો છે. તો આરોપીની ધરપકડ બાદ સુરતના ચોકચોક બજાર વલસાડ ટાઉન પોલીસ સ્ટેશન વાપી ટાઉન પોલીસ સ્ટેશન તેમજ મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના યાવલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો છે.
પોલીસે આરોપીના ગુનાહિત ઇતિહાસની તપાસ કરી ત્યારે પોલીસને જાણવા મળ્યું હતું કે, આરોપી સતવીરસિંગ સામે મુંબઈ તેમજ મહારાષ્ટ્રના કુલ આઠ જેટલા પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરી તેમજ વાહન ચોરીના ગુના નોંધાયેલા છે. ઉપરાંત મોહન ઉર્ફે બીડી સામે મુંબઈના અમરનાથ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો છે.