- ખોટા દસ્તાવેજો બનાવી જમીન પડાવવાનો કર્યો હતો પ્રયાસ
- વૃદ્ધાના કરોડો રૂપિયાના વ્યવહારો કર્યા હોવાની ફરિયાદ નોંધાઈ
- ક્રાઇમ બ્રાંચના ઇકો સેલે કાર્યવાહી હાથ ધરી
- તપાસનો ધમધમાટ શરુ
સુરત: અમેરિકામાં રહેતા વૃદ્ધના વિશ્વાસ સાથે ખિલવાડ કરી અને સુરત શહેરની હદમાં આવેલ તેમની જમીન હડપવાના પ્રયાસો કરનાર 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ આ કેસમાં આરોપીઓએ ખોટા દસ્તાવેજો તૈયાર કરી અને બોગસ પાવર ઓફ એટર્ની દ્વારા વૃદ્ધાના કરોડો રૂપિયાના વ્યવહારો કર્યા હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ ઘટનાને લઇ ક્રાઇમ બ્રાંચના ઇકો સેલે કાર્યવાહી હાથ ધરી છે અને ત્રણ આરોપીઓની અટકાયત કરી છે.
આ અંગે મળતી વિગતો અનુસાર, સુરતમાં NRI વૃદ્ધના વિશ્વાસ સાથે ખિલવાડ કરી અને સુરત શહેરની હદમાં આવેલ જમીન હડપવાના ગુનાની ગંભીર ઘટના બહાર આવી છે. આ કેસમાં આરોપીઓએ ખોટા દસ્તાવેજો તૈયાર કરી અને બોગસ પાવર ઓફ એટર્ની દ્વારા કરોડો રૂપિયાના વ્યવહારો કર્યા હતા. આ ઘટનાની ગંભીરતા જોતા ક્રાઇમ બ્રાંચના ઇકો સેલે તરત જ કાર્યવાહી હાથ ધરી છે અને ત્રણ આરોપીઓની અટકાયત કરી છે.
ફરિયાદી 82 વર્ષીય ઇશ્વર પટેલ , જે આ વખતે અમેરિકાના નિવાસી છે, તેમણે જણાવ્યું કે તેમની મગોબ ગામમાં બ્લોક નંબર 4 પૈકીના 2 પ્લોટની જમીન સાથે ખોટા દસ્તાવેજો બનાવી બોગસ પહોચ રસીદો અને પાવર ઓફ એટર્નીનો ઉપયોગ કરી વ્યવહારો કરવામાં આવ્યા છે. આ આરોપીઓએ ફરિયાદીની આ જમીનનું વેચાણ દસ્તાવેજો રજીસ્ટર કરાવ્યા અને ખોટી રીતે તેમની જમીન પર કબજો મેળવવાનો પ્રયાસ કર્યો. આરોપીઓએ ફરીયાદીની જાણ બહાર દસ્તાવેજ પર ખોટી રીતે સહીઓ કરાવી હતી અને ખોટા કાગળો રજીસ્ટર કરાવ્યા હતા. સુરત DCB પોલીસ સ્ટેશનમાં IPC કલમ 406, 465, 467, 468, 471, 120B અને 34 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
અહેવાલ: ભાવેશ ઉપાધ્યાય