- યુવતીના પરિજનોએ ડોક્ટરને માર્યો માર
- ડોક્ટર આઈસીયુમાં દાખલ
સુરતના કાપોદ્રા વિસ્તારમાં 20 વર્ષીય યુવતીની છેડતીનો બનાવ સામે આવ્યો છે. ડોક્ટર દ્વારા રિસેપ્સનિસ્ટ યુવતીની છેડતી કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યા હતા. આ સાથે જ યુવતીના પરિજનો દ્વારા ડોક્ટરને તેની જ ઓફિસમાં ઘૂસીને આ મામલે માર મારવામાં આવ્યો હતો. જે ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. હાલ આ મામલે ડોક્ટર સામે છેડતીનો ગુનો નોંધવામાં આવ્યો છે. જ્યારે ડોક્ટરને માર મારવામાં આવતા ગંભીર ઇજાના પગલે આઇસીયુમાં દાખલ કરવામાં છે.
મળતી માહિતી પ્રમાણે, કતારગામ વિસ્તારમાં રહેતી 20 વર્ષીય યુવતી કાપોદ્રા વિસ્તારમાં આવેલા એક્સરે અને સોનોગ્રાફીમાં રિસેપ્સનિસ્ટ તરીકે કામ કરે છે. યુવતી રિસેપ્સનિસ્ટ તરીકે કામ કરી ફરી વાતને આર્થિક રીતે મદદરૂપ થઈ રહી છે. આ યુવતીએ સરથાણા વિસ્તારમાં ફ્લોરલ વુમન હોસ્પિટલ ચલાવતા ગાયનેકોલોજીસ્ટ ડોક્ટર પ્રતીક માવાણી સામે છેડતીની ફરિયાદ નોંધાવી છે. ડોક્ટર દ્વારા હાથ પર કિસ કરીને છેડતી કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
યુવતીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, એક દર્દીની તપાસ ચાલી રહી હતી ત્યારે સરથાણા જકાતનાકા ખાતે આવેલ ફ્લોરલ વુમન્સ હોપીટલના ડો. પ્રતિક માવાણી આવી ગયા હતા અને તેઓ ચેર પર બેસી પેશન્ટની નળીની તપાસ ચાલુ કરી હતી. આશરે દસેક મીનીટ થઈ ગયેલ પરંતુ પેશન્ટની નળી ખુલતી ના હોય જેથી તે હતાશ થઈને મારા ખંભા પર પોતાનુ માથુ રાખી દીધુ હતું. ત્યારબાદ માથુ લઈ મને પૂછ્યું હતું કે તુ મેરીડ છે કે અન-મેરીડ. જેથી મે તેને કહ્યું કે હુ અનમેરીડ છુ જેથી તેણે મને એવુ કહેલ કે તારે મેરેજ કરવાના છે જેથી મે તેને જણાવેલ કે હા મારે કરવાના છે
વાતચીત દરમિયાન યુવતીને એવું કીધુ કે તુ મેરેજ ના કરતી કોઈની જીંદગી ના બગાડતી. જેથી મે તેને એવું કહેલ કે ના સર હુ એવી નથી તે દરમ્યાન ડો. પ્રતિકે મને ડાબા હાથ પર કીસ કરી મને ખંભાથી નીચેના ભાગે બચકુ ભરવાની બે વખત ટ્રાઈ કરી પરંતુ તેને મારૂ ટી શર્ટ દાંતમાં આવી જતા હતા. દરમ્યાન પેશન્ટની નળી ખુલી જતા તપાસ પુરી કરી હતી. ડો. પ્રતિક બહાર નિકળી ડોક્ટરની ઓફિસમાં ગયા હતા.
ડોક્ટર દ્વારા છેડતી કરવામાં આવી હોવાની બાબત યુ એ પોતાના પરિવારજનોને જણાવી હતી. ત્યારબાદ યુવતીના પરિવારજનો ડોક્ટરની ઓફિસ ખાતે આવ્યા હતા. છેડતી બાબતે પૂછવામાં આવતા ડોક્ટરે તમે રૂપિયા પડાવવા આવ્યા છો એવું કહેતા યુવતીના પરિવારજનો ઉશ્કેરાઈ ગયા હતા અને ડોક્ટરને માર મારવાનું શરૂ કર્યું હતું. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ જવા પામી છે. ડોક્ટરને માર મારવાના પગલે માથામાં ગંભીર ઇજા પહોંચી હતી.
યુવતીની ફરિયાદના આધારે કાપોદ્રા પોલીસ દ્વારા ડોક્ટર પ્રતીક માવાણી સામે છેડતી નો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જોકે ડોક્ટરને ગંભીર ઇજાઓ પહોંચી હોવાથી હાલ ખાનગી હોસ્પિટલમાં આઇસીયુમાં સારવાર હેઠળ છે. જ્યારે કાપોદ્રા પોલીસ દ્વારા આ મામલે સીસીટીવી સહિતના પુરાવાઓ આધારે વધુ તપાસ કરવામાં આવી છે.
અહેવાલ: ભાવેશ ઉપાધ્યાય