- હત્યાના ગુનામાં 31 વર્ષથી ફરાર આરોપીની કરાઈ ધરપકડ
- આરોપી આરત દિવાકર બિસોઈ પોલીસ શકંજામા
- DCB પોલીસ સ્ટેશનની સ્પેશીયલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને મળી મોટી સફળતા
સુરત શહેરના અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં ગંભીર પ્રકારના ગુનાઓમાં સંડોાયેલા અને નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે ક્રાઇમ બ્રાંચની ટીમે વિશેષ અભિયાન ચલાવ્યું. આ અભિયાન દરમિયાન DCB પોલીસ સ્ટેશનની સ્પેશીયલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન ચોક્કસ બાતમીના આધારે હત્યાના આરોપીની ધરપકડ કરાઈ છે. 1994ની સાલમાં વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યાના ગુનામાં 31 વર્ષથી નાસતો ફરતો આરોપી આરત દિવાકર બિસોઈને પકડી પાડવામાં આવ્યો છે. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ માહિતીના આધારે આરોપીને શોધી કાઢ્યો અને પી.એસ.આઈ. અને તેમની ટીમે આરોપી આરત દિવાકર બિસોઇની અટકાયત કરી. આરોપી પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા અને સુરત ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં છુપાઈને રહેતો હોવાનું સામે આવ્યું છે.
આ અંગે મળતી માહિતી અનુસાર, સુરત શહેરના અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં ગંભીર પ્રકારના ગુનાઓમાં સંડોાયેલા અને નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે ક્રાઇમ બ્રાંચની ટીમે વિશેષ અભિયાન ચલાવ્યું. આ અભિયાન દરમિયાન DCB પોલીસ સ્ટેશનની ખુન-ખુનની કોશિશ તથા ધાડ-લૂંટ સ્કોડની ટીમ પેટ્રોલિંગમાં હતી, ત્યારે ચોક્કસ બાતમી મળી કે સને 1994ની સાલમાં વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યાના ગુનામાં નાસતો ફરતો આરોપી આરત દિવાકર બિસોઇ હાલમાં પુણાગામ શાકભાજી માર્કેટ વિસ્તારમાં રહે છે. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ માહિતીના આધારે આરોપીને શોધી કાઢ્યો અને પી.એસ.આઈ. અને તેમની ટીમે આરોપી આરત દિવાકર બિસોઇની અટકાયત કરવામાં આવી છે.
સને 1994માં આરોપી આરત દિવાકર બિસોઇ અને તેના સાગરિતો લખન ખલૈય, પ્રકાશ ઉદય મહેણા અને વિપ્રા દિનબંધુ પ્રધાન સુરતના વરાછા વિસ્તારમાં મહારાણા પ્રતાપનગરની ઝૂંપડપટ્ટીમાં એક રૂમમાં રહેતા હતા. તેઓ સંચા મશીનના કારખાનામાં બોબીન ભરવાનું કામ કરતા હતા. મરનાર વ્યક્તિ બંસી ગણપત પ્રધાન પણ તેમની સાથે રહેતો હતો. હત્યાના દસ દિવસ પહેલા બંસી ગણપત પ્રધાન અને આરોપી વિપ્રા દિનબંધુ પ્રધાન વચ્ચે ઝગડો થયો હતો, જેમાં બંસી પ્રધાને આરોપી વિપ્રા દિનબંધુને લાફો માર્યો હતો.
આ ઘટનાની અદાવત રાખીને, આરોપીઓએ મળીને બંસી ગણપત પ્રધાન પર ચપ્પુથી હુમલો કર્યો. જેના કારણે માથાના ભાગે, પેટમાં, બંને હાથ પર ગંભીર ઇજા પંહોચી હતી. બંસી ગણપત પ્રધાનની હત્યા કરી હતી. હત્યાના ગુના પછી આરોપીઓ ઓરિસ્સા વતન ભાગી ગયા હતા. આરોપી આરત દિવાકર પશ્ચિમ બંગાળ, ભુવનેશ્વર અને સુરત ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં છુપાઈને રહેતો હતો.
આ કેસમાં સુરતની નામદાર કોર્ટે CRPC કલમ 70 મુજબ ધરપકડ વોરંટ ઇસ્યુ કર્યું હતું. પોલીસે જ્યારે આરત દિવાકર બિસોઇને પકડી પાડ્યો ત્યારે તેણે કબૂલાત કરી કે તે ઓરિસ્સા અને સુરત વચ્ચે સતત આવતો-જતો રહ્યો હતો અને ઓળખ છુપાવીને ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં કામ કરી રહ્યો હતો. હાલમાં આરોપીને કાયદેસર કાર્યવાહી કરી વરાછા પોલીસ સ્ટેશનના તપાસ અધિકારીઓને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
અહેવાલ: ભાવેશ ઉપાધ્યાય