સુરતના વરાછા વિસ્તારમાં લૂંટરી દુલ્હને 2 લોકોને ભોગ બનાવ્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં વરાછા વિસ્તારમાં રહેતા રવજી રૂપારેલિયા ભોગ બન્યા છે. જેમાં કાપોદ્રા વિસ્તારમાં રહેતા વિપુલ મહેતાએ યુવતીના ફોટો બતાવ્યા હોવાનું જણાવામાં આવ્યું છે. જે બાદ વિપુલે દલાલ સંજય ગાબાણી સાથે તેમની મુલાકાત કરાવી હતી. અને લગ્નની સાથે પરિવાર પાસેથી રોકડા 60,000 લીધા હતા. ત્યાર બાદ દલાલ સંજય અને તેની પત્ની યુવતીને લઇ ગયા બાદ યુવતી પરત ન આવી હતી. તેમજ કુલ 1.20 લાખ અને દાગીના કપડાં સહિત 1.47 લાખ પડાવી લીધા હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ વિપુલે રાજપીપળાની કન્યાના ફોટા અન્ય હિમંતભાઈને બતાવ્યા. અને તેના પુત્ર રોમિત સાથે આ જ મુજબ સગાઈ કરીને, સગાઈ સમયે 1 લાખ રૂપિયા દુલ્હનના પરિવારને આપવામાં આવ્યા હતા. જે બાદ યુવતીના પરિવાર સાથે કોઈ સંપર્ક ન થતા, પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. હાલ પોલીસે યુવતીની શોધખોળ શરુ કરી છે.
આ અંગે વિગતે વાત કરવામાં આવે તો, વરાછા વિસ્તારમાં રહેતા બે યુવકો લુંટેરી દુલ્હનના શિકાર બન્યા છે. બે પરિવારને આ ટોળકીએ ફસાવીને એક યુવક સાથે લગ્ન કરાવ્યા જ્યારે બીજા યુવક સાથે સગાઇ કરાવી કુલ રૂ.1.46 લાખ પડાવી લઇ બંને દુલ્હન સહિત ટોળકી ફરાર થઇ ગયાની ફરિયાદ વરાછા પોલીસમાં નોંધાય છે.
જેમાં પ્રથમ બનાવની વાત કરવામાં આવે તો, રાજકોટના વતની અને ગાલ વરાછા એ.કે. રોડ સ્થિત રિદ્ધિ એપાર્ટમેન્ટમાં રહેતા હિંમતભાઇ ગોરધનભાઇ વોરાને મોટા દિકરાના લગ્ન કરવાના હતા. દરમિયાનમાં તા. 7-9-24ના રોજ માતાવાડી પાસે ચોકસી બજારમાં તેમને મિત્ર રવજીભાઇ રૂપાવટ મળ્યા હતા. રવજીભાઈ તેમને વિપુલ મહારાજ ઉર્ફે વિપુલ કાનજી મહેતાને મળવા માટે લઈ ગયા હતા. હિંમતભાઇ અગાઉ બજરંગનગરમાં રહેતા હોવાથી વિપુલ મહારાજ ઉર્ફે વિપુલ કાનજી મહેતા તેમને ઓળખી ગયા હતા.
રવજીભાઇએ પણ પોતાના દિકરા માટે યોગ્ય કન્યા હોય તો જણાવવા માટે કહ્યું હતું. બાદમાં વિપુલ મહારાજે હિંમતભાઇ અને રવજીભાઇને અલગ અલગ કન્યાના ફોટો સંજય ઉર્ફે પ્રવિણ ગાબાણી (રહે, રાજપીપા જી.નર્મદા)ના વોટ્સઅપ પરથી મોકલી આપ્યા હતા. જેમાં રવજીભાઇના દિકરા અતુલને એક યુવતી પસંદ આવતા તેમણે વિપુલ મહારાજનો સંપર્ક કર્યો હતો. આ યુવતીનું નામ કુંતા હોવાનું જણાવ્યું હતું. જ્યારે રવજીભાઇને નર્મદા રાજપીપળાના બામલા ગામે લઇ જઈ કન્યા બાતવી હતી. બાદમાં રૂ.1.20 લાખ આપવાનું નક્કી થયું હતું. જેમાંથી 60,000 સગાઇ વખતે અને રૂ.60,000 લગ્ન વખતે થતા વિપુલ મહારાજના રૂ.10,000 આપવાનું નક્કી થયું હતું.
આમ લગ્ન વખતે દાગીના અને રૂ.1.30 લાખ મળી કુલ રૂ.1.47 લાખ સંજય મરફતે યુવતીના પરિવારજનોને આપી દીધા હતા. લગ્ન થયા બાદ કંછુતા બીજા દિવસે પિયર ગઈ હતી અને પછી ન સંપર્ક ન થતાં અતુલ તેને શોધવા પિયર ગયો ત્યારે પાડોશીઓ પાસેથી ખબર પડી કે આ લોકો લગ્ન કરાવીને ઠગાઈ કરે છે.
તો બીજા બનાવ અંગે વાત કરવામાં આવે તો, હિંમતભાઇના દિકરા રોમિતને બતાવેલા ફોટોમાંથી એક યુવતી પસંદ પડી હતી. આ યુવતીનું નામ પદ્મા હોવાનું જણાવ્યું હતું. જેથી વિપુલ મહારાજ અને સંજય ઉર્ફે પ્રવિણે કન્યા બતાવવા હિંમતભાઇ અને તેના દિકરા રોમિતને રાજપીપળાના ભીમપોર ગામે પદ્માના ઘરે લઇ ગયા હતા. જ્યાં હાજર વ્યક્તિને તેના પિતા સંગીતા અને ભાઇ અનિલ હોવાનું જણાવ્યું હતું. રોમિતના લગ્ન પણ રૂ.1.30 લાખમાં નક્કી કરવામાં આવ્યા હતા. બાકીના સગાઇ વખતે રૂ.30,000 આપ્યા હતા. આ ઉપરાંત સગાઇમાં યુવતી પદ્માને જણસ પણ આપી હતી. બાકીના પૈસા લગ્ન વખતે આપવાનું નક્કી થયું હતું. તા.15-8-24ના રોજ સંજય ઉર્ફે પ્રવિણ, કન્યા પદ્મા પદ્મા તેની માતા સંગીતાબેન તેનો ભાઈ અનિલ અને સંજયભાઈ ઇકો ગાડી લઈને સુરત આવ્યા હતા.જેમાં રૂ.30,000 સ્થળ પર આપવામાં આવ્યા હતા. અને રોમિતના ઘરે સગાઇ કરી હતી. સગાઇ વખતે રૂ.30000 આપી દીધા હતા. બાદમાં સંજય તેમના પાસેથી રૂ.60,000 લઇ ગયો હતો. આમ હિંમતભાઇ પાસેથી રૂ.99,300 પડાવી લીધા હતા.