સુરત: રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2025 અંતર્ગત તા. 1 થી 31 જાન્યુઆરી 2025 સુધી ચાલનાર “માર્ગ સુરક્ષા અભિયાન – કાળજી” નો શુભારંભ જિલ્લા કલેકટર એસ.કે. મોદીના હસ્તે રાજપીપલા સ્થિત ડો.બાબા સાહેબ આંબેડકર હોલ ખાતેથી કરવામાં આવ્યો હતો. માર્ગ સલામતી માસના શુભારંભ પ્રસંગે જિલ્લા કલેક્ટર એસ.કે.મોદીએ જણાવ્યું કે, “માર્ગ સુરક્ષા અભિયાન – કાળજી” થકી રોડ સેફ્ટી નિયમો અને રોડ અકસ્માતથી બચાવ લોકોએ કેવી રીતે નિયમોનું પાલન કરવા અંગેની વિસ્તૃતમાં માહિતી આપી હતી. વધુમાં સરકાર દ્વારા પણ રોડ સેફ્ટી નિયમો, સેમિનાર થકી લોકોમાં જાગૃતિના કાર્યક્રમો, ફરજિયાત નિશાનીઓને અનુસરો અને ટ્રાફિકને લગતા નિયમો પાલન કરવા જેવા અવેરનેશના કાર્યક્રમો જિલ્લામાં એક મહિના દરમ્યાન કરવામાં આવશે. જેનો ચુસ્તપણે અમલ કરવા જિલ્લાના નાગરિકો અને વાહનચાલકોને અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા પ્રશાંત શૂંબેએ જણાવ્યું હતું કે, આ અભિયાન થકી લોકોને એક મેસેજ આપવામાં આવે છે. કે રોડ સેફ્ટી અંગે જાણે, સમજે અને પોતાના જીવનો બચાવ કરે. હેલ્મેટ અને શિલ્ટ બેલ્ટ અવશ્ય વાહન ચલાવતી વખતે ઉપયોગ કરવો અને એનાથી થતાં ફાયદા અંગે ઉંડી સમજ સાથે જાણકારી આપી હતી. સાથોસાથ રોડ સેફટીને મુખ્ય પાંચ ઈ એટકે કે, શિક્ષણ, ઇન્ફોશમેન્ટનું પાલન કરવા, રોડ ઇજીનિયરિંગ, ઇમરજન્સી કેર, ઇન્વારોમેન્ટને એક યુવા જાગૃત નાગરિક તરીકે પાલન કરવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગને અનુરૂપ એઆરટીઓ નિમિશા પંચાલે જણાવ્યુ હતું કે, નર્મદા સહાયક પ્રાદેશિક વાહન વ્યવહારની કચેરી અને પોલીસ અધિક્ષકની કચેરી-રાજપીપલા દ્વારા સમગ્ર જિલ્લામા તા. 1 થી 31 જાન્યુઆરી દરમિયાન માર્ગ સુરક્ષા અભિયાન અંતર્ગત જિલ્લાની વિવિધ શાળા-કોલેજોમાં અનેક જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે. જેમા ખાસ કરીને શેરી નાટકો, જુદા જુદા કેમ્પેઇન સહિત સ્લોગનના માધ્યમથી સૌને અવેરનેશ કરવામાં આવશે. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવો અને વિદ્યાર્થીઓએ માર્ગ સલામતી અને ટ્રાફિક અવેરનેસ અંગેના શપથ લીધા હતા.
કાર્યક્રમ બાદ મહાનુભાવોના હસ્તે તા. 1 થી 31 જાન્યુઆરી 2025 સુધી ચાલનાર “માર્ગ સુરક્ષા અભિયાન અંતર્ગત આજે ડો. બાબા સાહેબ આંબેડકર હોલ ખાતેથી એક બાઈક રેલીને લીલીઝંડી આપીને પ્રસ્થાન કરવામાં આવી હતી અને આ રેલીએ શહેરમાં ટ્રાફિક નિયમન અંગે જાગૃતિ ફેલાવી હતી. આ પ્રસંગે મુખ્ય આરોગ્ય અધિકારી જનકકુમાર માઢક, મોટર વાહન નિરીક્ષક વી.ડી.અસલ, જિલ્લા પોલીસ અને ટ્રાફિક વિભાગ, ટીઆરબી જવાનો, એઆરટીઓ કચેરીના અધિકારીઓ, જિલ્લાના મોટર વ્હિકલ્સના શો-રૂમના ડિલર્સ અને પ્રતિનિધિઓ, આઇટીઆઇ-શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, શિક્ષકો ઉપસ્થિત રહ્યાં હતા.