- આરોપીને ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દ્વારા ઓરિસ્સાના ભુવનેશ્વર ખાતેથી ઝડપ્યો
- ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપી રામચંદ્ર ઉર્ફે ભાયા ગૌડાની ધરપકડ કરાઈ
સુરત શહેર પોલીસ દ્વારા ફરાર આરોપીને પકડવા માટે એક ખાસ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે . આ ડ્રાઈવ અંતર્ગત છેલ્લા બે વર્ષમાં અનેક આરોપીને પોલીસ દ્વારા પકડવામાં આવ્યા છે. ત્યારે અમરોલી પોલીસ સ્ટેશનમાં વર્ષ 2009માં નોંધાયેલા મિત્રની હત્યાના ગુનામાં ભાગતા આરોપીને બાતમીના આધારે સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ઓરિસ્સા ભુવનેશ્વર ખાતેથી ઝડપી પાડ્યો હતો. તેમજ સુરત ક્રાઈમ બ્રાન્ચને બાતમીના આધારે સ્થાનિક પોલીસની મદદથી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપી રામચંદ્ર ઉર્ફે ભાયા ગૌડાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી અનુસાર, સુરત શહેર પોલીસ દ્વારા ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક ખાસ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે . આ ડ્રાઈવ અંતર્ગત છેલ્લા બે વર્ષમાં અનેક આરોપીને પોલીસ દ્વારા પકડવામાં આવ્યા છે. ત્યારે અમરોલી પોલીસ સ્ટેશનમાં વર્ષ 2009માં નોંધાયેલા હત્યાના ગુનામાં ભાગતા ફરતા આરોપીને બાતમીના આધારે સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ઓરિસ્સા ભુવનેશ્વર ખાતેથી ઝડપી પાડ્યો છે.
સુરતના અમરોલી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં 2009માં આરોપી રામચંદ્ર ઉર્ફે ભાયા ગૌડા નામના ઇસમ દ્વારા પોતાના મિત્ર ભગવાન નાયકની હત્યા કરવામાં આવી હતી. રામચંદ્રને પોતાના મિત્ર સાથે સામાન્ય બાબતે ઝઘડો થયો હતો અને પોલીસની પૂછપરછમાં સામે આવ્યું છે કે, રામચંદ્રને જમવા બાબતે પોતાના મિત્ર ભગવાન નાયક સાથે બોલાચાલી થઈ હતી. આ બાબતે અદાવત રાખીને તેને ભગવાન નાયકને ચપ્પુના ઘા જીકીને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કરી તેનું મોત નિભાવ્યું હતું.
મિત્રની હત્યા કર્યા બાદ આરોપી રામચંદ્ર પોલીસથી બચવા માટે તાત્કાલિક સુરત છોડીને ટ્રેન માધ્યમથી મુંબઈ ભાગી ગયો હતો. ત્યારબાદ પોલીસ તેને પકડી ન શકે એટલા માટે તે મુંબઈથી બેંગલોર જેવા શહેરોમાં થોડા થોડા દિવસો રોકાયો હતો અને છેલ્લા 12 વર્ષથી તે ચોરી છુપીતી ઓરિસ્સાના ભુવનેશ્વર ખાતે રહેતો હતો. સુરત ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે આરોપી રામચંદ્ર ઓરિસ્સાના ભવનેશ્વરના શિશુવિહાર પાટીયા ખુરદા વિસ્તારમાં રહે છે અને બાતમીના આધારે સ્થાનિક પોલીસની મદદથી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપી રામચંદ્ર ઉર્ફે ભાયા ગૌડાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
અહેવાલ: ભાવેશ ઉપાધ્યાય