સુરત ભેસ્તાન બાદ અમરોલીમાં પોલીસ દ્વારા રાત્રિ દરમિયાન વિશેષ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં DCP, ACP, PI અને 100 થી વધુ માણસો જોડાયા હતા. તેમજ અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. આ ટીમોએ ફિઝિકલ વાયોલન્સ અને અન્ય ગુનાઓમાં સંકળાયેલા આરોપીઓના ઘરો પર સીધી કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં અમરોલી ના કોસાડ આવાસ, છાપરાભાઠા, વરિયાવ ઉતરાણ વિસ્તારમાં ચેકીંગ કરવામાં આવ્યું. જેમાં દરેક આરોપી હાલમાં શું કરી રહ્યો છે અને તે ઘરમાં હાજર છે કે કેમ? તે અંગે તલસ્પર્શી તપાસ કરવામાં આવી હતી. આ ઓપરેશનમાં 100થી વધુ પોલીસકર્મીઓ સામેલ થયા હતાં. રાત્રીના અમરોલીમાં અંદાજિત ચાર કલાકમાં ઓપરેશન ચાલ્યું. જેમાં અમરોલી પોલીસે કોમ્બિંગ દરમ્યાન 13 હથિયાર સાથે 35 જેટલાં ઈસમો 3 થી વધુ ગુનાઓ કરેલ ઈસમોની અટકાયત કરવામાં આવી હતી. તેમજ અલગ અલગ વિસ્તારમાં પીધેલા 5 ઈસમો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. સાથે તડીપાર-3 ઈસમો ભાગતા ફરતા હતા તેમને પકડી પાડવામાં આવ્યા હતા.
આ અંગે મળતી માહિતી અનુસાર, સુરતમાં ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. અલગ અલગ પોલીસ સ્ટેશન દ્વારા રોજે રોજ રાત્રિના સમયે કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે. ભેસ્તાન બાદ અમરોલીમાં પોલીસનું કોમ્બિગ કરવામાં આવ્યું હતું. અમરોલી વિસ્તારમાં રાત્રિ દરમિયાન વિશેષ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
DCP,ACP PI અને 100થી વધુ માણસોનું કોમ્બિગ કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. આ ટીમોએ ફિઝિકલ વાયોલન્સ અને અન્ય ગુનાઓમાં સંકળાયેલા આરોપીઓના ઘરો પર સીધી કાર્યવાહી હાથ ધરી હતી. અમરોલીના કોસાડ આવાસ,છાપરાભાઠા,વરિયાવ ઉતરાણ વિસ્તારમાં ચેકીંગ કરવામાં આવ્યું હતું. દરેક આરોપી હાલમાં શું કરી રહ્યો છે. તે ઘરમાં હાજર છે કે કેમ? તે અંગે તલસ્પર્શી તપાસ કરવામાં આવી હતી.
આ ઓપરેશનમાં 100થી વધુ પોલીસકર્મીઓ સામેલ થયા હતાં. રાત્રિના અમરોલીમાં અંદાજિત ચાર કલાકમાં ઓપરેશન ચાલ્યું હતું. અમરોલી પોલીસે કોમ્બિંગ દરમ્યાન 13 હથિયાર, 35 જેટલાં ઈસમો 3 થી વધુ ગુનાઓ કરેલ ઈસમોની અટકાયત કરી હતી. અલગ અલગ વિસ્તારમાં પીધેલા 5 ઈસમો સામે કાર્યવાહી કરી હતી. સાથે તડીપાર-3 ઈસમો ભાગતા ફરતા હતા તેમને પકડ્યા હતાં.
અહેવાલ: ભાવેશ ઉપાધ્યાય