- પોલીસે પરવટ પાટિયાની RBC કીડ્ઝ ઝોન પ્રિ-સ્કૂલના સંચાલકની ધરપકડ કરી
- દારૂ પીવડાવ્યા બાદ કેતને બિંદીયા ઉપર હ*વસ સંતોષવા અડપલા કર્યા
સુરતના અડાજણ વિસ્તારમાં 18 વર્ષની તરુણી ઉપર દુ*ષ્કર્મની હચમચાવી દેતી ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ તરુણી 16 વર્ષની હતી તે સમયથી આરોપી કેતન પરમાર દુ-ષ્કર્મ આચરતો હોવાની ઘટના બની છે. આ દરમિયાન પોલીસે મહિલાના હ-વસખોર પ્રેમી એવા પરવટ પાટિયાની RBC કીડ્ઝ ઝોન પ્રિ-સ્કૂલના સંચાલકની ધરપકડ કરી છે. ઇલેક્ટ્રીકનું કામ કરતા પિતા ચેક રીટર્ન કેસમાં જેલમાં હતા ત્યારે કેતન ઘરે આવ્યો હતો. જે તે વખતે તરુણી બિંદીયાની એકલતાનો લાભ લઈ જબરજસ્તી દારૂ પીવડાવ્યો હતો. દારૂ પીવડાવ્યા બાદ કેતને બિંદીયા ઉપર નજર બગાડી પોતાની હ-વસ સંતોષવા અડપલા કર્યા હતા.
આ અંગે અડાજણ પોલીસના સુત્રો દ્વારા મળતી વિગત મુજબ અડાજણ વિસ્તારમાં રહેતી 18 વર્ષ 6 માસની યુવતીને દારૂ પીવડાવીને તેની સાથે દુ-ષ્કર્મ આચરવામાં આવતુ હતુ, જેનો વિરોધ કરતા પટ્ટા વડે માર મારવામાં આવતો હતો. આ મામલે અડાજણ પોલીસ મથકે પર્વત પાટિયા મોર્ડન ટાઉનશીપ સામેની જલારામ સોસાયટીમાં રહેતા કેતન બાબુ પરમાર (ઉ.૪૧) (મુળ રહે, લીંબડી,જિ.સુરેન્દ્રનગર) વિરુદ્ધ ભોગ બનેલી યુવતીએ બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી. બળાત્કારી કેતન પીડિતાની માતાનો મિત્ર હોવાનું જાણવા મળ્યુ છે.
કેતન તેની માતાના ઘરે જ કાયમી પડયો પાથર્યો રહેતો હતો. તેમજ છેલ્લા 2 વર્ષથી યુવતીના ઘરે જઈને કુકર્મ આચરતો હતો. જો તે વિરોધ કરતી ત્યારે પટ્ટા વડે માર મારવામાં આવતો હતો. તેણીની મરજી વિરુદ્ધ અવારનવાર શરીર સંબંધ બાંધેલા હતા. અંતે કેતન પરમારની કરતુતથી કંટાળી જઈને તેણીએ પોતાના મામા સહિત સંબંધીઓને વાત કરી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને બળાત્કારી કેતન પરમારની ધરપકડ કરી હતી.
અડાજણની યુવતી સાથે કુકર્મ કરતા પકડાયેલા કેતન પરમાર માસુમ બાળકોને શિક્ષણના પાઠ ભણાવતી પર્વત પાટિયા ખોડીયારનગર પાસેની આર.બી.સી. પ્રિ.પ્રાથમિક સ્કુલનો સંચાલક છે. કેતન સ્કુલ સંચાલકની સાથે ફાયનાન્સનો ધંધો પણ કરે છે. બે પુત્ર અને એક પુત્રીના પિતા કેતન પરમાર કુકર્મના ગુનામાં ઝડપાતા શૈક્ષણિક આલમમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે.
અહેવાલ: ભાવેશ ઉપાધ્યાય