ટ્રાફિક પોલીસ તેમજ ફોસ્ટાના સહયોગથી એકસીડન્ટ ફ્રી ઇન્ડિયાના ભાગરૂપે હેલ્મેટ વિતરણ કરાયા
હનુમાન કથાવાચક સ્વામિ હરિપ્રકાશદાસજીના હસ્તે ઝંડી બતાવી રેલી યોજાઈ
સુરત ટ્રાફિક પોલીસ દ્વારા નેશનલ રોડ સેફટી મંથની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ટ્રાફિક પોલીસ તેમજ ફોસ્ટાના સહયોગથી એકસીડન્ટ ફ્રી ઇન્ડિયાના ભાગરૂપે હેલ્મેટ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ સાથે જ એક રેલી યોજવામાં આવી હતી. જેને હનુમાન કથાવાચક સ્વામિ હરિપ્રકાશદાસજીનાના હસ્તે ઝંડી બતાવવામાં આવી હતી. જેમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓની સાથે સાથે ટેક્સટાઈલ સાથે સંકળાયેલા વેપારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં. તેમજ ચોકીના ઉદઘાટન સમયે લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો.
આ અંગે મળતી માહિતી અનુસાર, સુરત ટ્રાફિક પોલીસ દ્વારા નેશનલ રોડ સેફટી મંથની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ટ્રાફિક પોલીસ તેમજ ફોસ્ટાના સહયોગથી એકસીડન્ટ ફ્રી ઇન્ડિયાના ભાગરૂપે હેલ્મેટ વિતરણનો કાર્યક્રમ કમેલા દરવાજા ચાર રસ્તા મિલેનિયમ માર્કેટ ખાતે રાખવામાં આવ્યો હતો. સાથે જ એક રેલી યોજવામાં આવી હતી. જેને હનુમાન કથાવાચક સ્વામિ હરિપ્રકાશદાસજીનાના હસ્તે ઝંડી બતાવવામાં આવી હતી.
રીંગરોડ ઓવરબ્રિજ નીચે કિન્નરી ત્રણ રસ્તા ખાતે નવી ટ્રાફિક સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટરની કચેરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓની સાથે સાથે ટેક્સટાઈલ સાથે સંકળાયેલા વેપારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં. ચોકીના ઉદઘાટન સમયે લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો.
એસીપી વસાવાએ કહ્યું કે, સેફ્ટી મન્થના કાર્યક્રમના ભાગરૂપે હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસકર્મીઓ અને જે વાહનચાલકો હેલ્મેટ નથી પહેરતા તેમને પણ આપવામાં આવ્યા હતાં. ટેક્સટાઈલ માર્કેટ વિસ્તારમાં ભારે ટ્રાફિક રહેતો હોવાથી અહિં એક ચોકીને ખુલ્લી મૂકવામાં આવી હતી. હેલ્મેટ ખૂબ જરૂરી છે. અકસ્માત વખતે માથાના ભાગે થતી ઈજાઓના કારણે મોત થતાં હોવાનું સામે આવ્યું છે. જેથી તમામ નાગરિકો હેલ્મેટ પહેરે તે ખૂબ જરૂરી છે. આ કાર્યક્રમમાં ફોસ્ટા પણ સહભાગી બન્યું હતું.