- સોસાયટીમાં કોમર્શિયલ કામોના કારણે પડતી હાલાકીને લઇ વિરોધ
- કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કરાઈ રજૂઆત
- સ્થાનિકોને હાલાકી પડતી હોવાના આક્ષેપો
- રજુઆતો ધ્યાને નહિ લેવાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ
સુરતના વરાછા વિસ્તારમાં આવેલ જનતાનગર સોસાયટીમાં કોમર્શિયલ કામો છેલ્લા ઘણા સમયથી શરૂ કરવામાં આવ્યા છે. રહેણાંક વિસ્તારમાં મશીનો મૂકી કામ કરવામાં આવી રહ્યું છે જેને પગલે સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો. સ્થાનિકોએ આ મામલે અનેક વખત રજૂઆત કરી હતી પરંતુ કોઈ પણ રજૂઆત ધ્યાને ન લેવામાં આવી હોવાના આક્ષેપો સાથે સોસાયટીના રહીશોએ લોહીથી પત્ર લખ્યો હતો. અને કલેક્ટરને આવેદનપત્ર આપી આ પત્ર આપવામાં આવ્યો છે. જેમાં 15 દિવસમાં અમારી રજૂઆતને ધ્યાને લઈ કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
આ અંગે વિગતે વાત કરવામાં આવે તો, સુરતના વરાછા વિસ્તારમાં આવેલ જનતાનગર સોસાયટીમાં કોમર્શિયલ કામો છેલ્લા ઘણા સમયથી શરૂ કરવામાં આવ્યા છે. રહેણાંક વિસ્તારમાં મશીનો મૂકી કામ કરવામાં આવી રહ્યું છે જેને પગલે સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો. સ્થાનિકોએ આ મામલે અનેક વખત રજૂઆત કરી હતી પરંતુ કોઈ પણ રજૂઆત ધ્યાને લેવામાં આવી નથી. જેથી સોસાયટીના રહીશોએ કંટાળી પોતાના લોહીથી પત્ર લખ્યો છે અને સુરતના કલેક્ટરને આવેદનપત્ર આપી આ પત્ર તેમને મોકલ્યો છે અને કહ્યું છે કે જો 15 દિવસમાં અમારી રજૂઆતને ધ્યાને લઈ કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું.
સોસાયટીના પ્રમુખ ચિરાગભાઈ એ જણાવ્યું હતું કે વરાછા વિસ્તારમાં લંબે હનુમાન રોડ પર જનતાનગર સોસાયટી ગરીબોના રહેવા માટે બનાવવામાં આવી છે. એસએમસીની પરમિશનને લઈને તમામ શરતોને ધ્યાનમાં રાખીને બાંધકામ કરવામાં આવ્યું છે અને ગરીબોને લોકોને ઘર માટે મંજૂરી આપવામાં આવી હતી અને તકવાદી હોય તકનો લાભ લઈને અમુક ફ્લેટો કોમર્શીયલ કરી નાખેલા છે જે અહીંયા આખી સોસાયટીમાં ૭૫૫ ફ્લેટ છે તેમાંથી ઘણા ખરા ફ્લેટ જે કોમર્શિયલ કરી નાખવામાં આવે છે જેથી અમને રેહવામાં મુશ્કેલી પડી રહી છે. મશીનો આવ્યા છે લોડિંગ વાહનો આવે છે.
અસામાજિક તત્વોનો પણ રાફડો ફાટ્યો છે તો એના હિસાબે કંટાળી અમે વર્ષ 2016થી અમે ફરિયાદ કરતા આવ્યા છીએ. તો છેલ્લા એક વર્ષથી આ બધી પ્રવૃત્તિમાં વધારો થતાં સતત રજૂઆત કરવા છતાં કમિશ્નર સાહેબના રજૂઆત કરી છે , કલેકટર સાહેબને રજૂઆત કરી છે. વરાછા ઝોનમાં અમે રજૂઆત સાથે ધક્કા ખાધા છે સતત એક વર્ષથી અમે રજૂઆત કરીને થાકી ગયા છીએ પણ હવે કંટાળી અમે લોહીથી પત્ર લખ્યો છે અને રજૂઆત કરી છે જે અમને ન્યાય આપો. અમે સોસાયટીના તમામ લોકોએ લોહી ભેગું કરી આ પત્ર લખ્યો છે અને રજૂઆત કરી છે કે , જો 15 દિવસમાં અમારી રજૂઆતને ધ્યાને લઈ કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું.