- મહેફિલ માણતા વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કરાયા
- વિદ્યાર્થીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી
સુરતની વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલમાં દારૂની મેહફીલ ઝડપાઈ છે. 31 ફર્સ્ટની રાત્રીએ યુનિવર્સિટીના બોયઝ હોસ્ટેલમાં દારૂની મેહફીલ માણતા 6 વિદ્યાર્થીઓ એક પકડાયો છે. મળતી માહિતી મુજબ યુનિવર્સિટીના રજીસ્ટાર ઇન્ચાર્જ આર.સી.ગઢવીએ હોસ્ટેલમાં તપાસ હાથ ધરી તે દરમિયાન એક રૂમમાંથી દારૂની મહેફિલ સામે આવી છે. જે ઘટના દરમિયાન પાંચ વિદ્યાર્થીઓ ભાગી ગયા હતા તો એક વિદ્યાર્થી પકડાઈ ગયો હતો. જેને પગલે યુનિવર્સિટીના કુલપતિ ડો.કિશોરસિંહ ચાવડા અને રજિસ્ટ્રાર ડો.આર.સી.ગઢવી દ્વારા તમામ વિદ્યાર્થીઓ સામે પોલીસ કેસ કરાયો છે. તેમજ વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કરાયા છે.
આ અંગે વિગતે વાત કરવામાં આવે તો, સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ફરી એક વખત વિવાદમાં આવી છે. યુનિવર્સિટી કેમ્પસની અંદર આવેલા હોસ્ટેલના રૂમમાં થર્ટી ફર્સ્ટની દારૂની મહેફિલ માણતા વિદ્યાર્થીઓ અંગે યુનિવર્સિટી દ્વારા વેસુ પોલીસને જાણ કરવામાં આવી હતી, જેમાં એક વિદ્યાર્થીની હાલ ધરપકડ કરવામાં આવી છે, જ્યારે ત્રણ વિદ્યાર્થીઓ હોસ્ટેલમાંથી ભાગી ગયા હતા. યુનિવર્સિટી દ્વારા આ ચારેય વિદ્યાર્થીઓના એડમિશન રદ કરી દેવામાં આવ્યા છે. તપાસ દરમિયાન કથિત વિદ્યાર્થીઓ વચ્ચેની વાતચીતની એક ઓડિયો ક્લિપ પણ મળી આવી છે જેમાં વિદ્યાર્થીઓ વચ્ચે ગાંજો લાવવા મુદ્દે વાતચીત થઈ રહી છે. ત્યારે દારૂની સાથે ગાંજાની પાર્ટી પણ થતી હોવાની આશંકા વ્યકત કરવામાં આવી છે.
દારૂની પાર્ટી પર કુલપતિ અને રજિસ્ટ્રારે રેડ કરી ભારે સુરક્ષાની વાત કરનાર યુનિવર્સિટીના દાવાઓ આ ઘટનાથી પોકળ સાબિત થયા છે. યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર વેસુ પોલીસને અગાઉ પણ પત્ર લખીને જણાવી ચૂક્યા છે કે હોસ્ટેલની અંદર દારૂ અને ડ્રગ્સનું સેવન વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવે છે, તેમ છતાં હોસ્ટેલની અંદર દારૂની પાર્ટી ચાલી રહી હતી. યુનિવર્સિટીની હોસ્ટેલમાં દારૂ પાર્ટીની જાણકારી મળતાં વાઇસ ચાન્સલર કિશોરસિંહ ચાવડા અને રજીસ્ટ્રાર રમેશદાન ગઢવી સ્થળ પર પહોંચ્યા હતા. થર્ટી ફર્સ્ટ હોવાના કારણે પાર્ટી કરી રહ્યા હતા સ્વામી વિવેકાનંદ કુમાર છાત્રાલયમાં હાલ ભણતા કેટલાક વિદ્યાર્થીઓ અને સસ્પેન્ડ થયેલા કેટલાક વિદ્યાર્થીઓ મળીને દારૂની પાર્ટી કરી રહ્યા હતા.
નર્મદ યુનિવર્સિટીમાં યુથ ફેસ્ટીવલ દરમ્યાન એક વિદ્યાર્થી કેમ્પસમાંથી દારૃની બોટલો કોથળામાં ભરીને લાવીને કુલપતિ સમક્ષ ઠાલવ્યાનો વિવાદ હજુ શમ્યો નથી ત્યારે મંગળવારની રાત્રીના થર્ડી ફસ્ટની નર્મદ યુનિવર્સિટી કેમ્પસમાં આવેલ વિવેકાનંદ બોયઝ હોસ્ટેલના રૃમ નં.૧૪ માં કેટલાક વિદ્યાર્થીઓ દારૃની મહેફિલ જામવી છે. આ ફરિયાદ રજિસ્ટ્રાર આર.સી ગઢવીને મળતા તુરંત જ હોસ્ટેલ વોર્ડન ભરત ઠાકોર અને સિકયુરીટી ઓફિસર મેહુલ મોદી સાથે હોસ્ટેલના રૃમ નં.૧૪ માં પહોંચ્યા હતા.
જયાં એક વિદ્યાર્થી નામ સંદીપ (નામ બદલ્યુ છે) દારૃનો નશો કરેલ હાલતમાં મળી આવતા તુરંત જ વેસુ પોલીસને જાણ કરતા પી.એસ.આઇ આર.ડી.દેસાઇ અને ટીમ આવી પહોંચી હતી. વિદ્યાર્થી તોતડાતા હતો અને શરીર સંતુલન પણ જાળવી શકતો ના હોવાથી બ્રીફ એનાલાયઝર મશીન મારફત ચેક કરતા આલ્કોહોલની માત્રા જણાય આવી હતી. જયારે તેની બેગમાંથી સેલ ફોર ઇન ઉતરપ્રદેશ ઓનલીની વ્હીસ્કીની બોટલ મળી આવી હતી.આથી આ વિદ્યાર્થી વિરુદ્ર વેસુ પોલીસ સ્ટેશનમાં હોસ્ટેલ વોર્ડન ભરત ઠાકોર દ્વારા પ્રોહીબિશન એકટની કલમ ૬૫ (એ) મુજબ ફરિયાદ નોંધાવતા તપાસ શરૃ થઇ છે. આ દરોડા પહેલા ત્રણ વિદ્યાર્થીઓ ભાગી છુટયા હોવાથી આગામી દિવસોમાં આ ત્રણેયની શોધખોળ કરીને ત્રણેય વિરુદ્ર કાર્યવાહી કરવામાં આવશે. નર્મદ યુનિવર્સિટીના સુત્રોના જણાવ્યા મુજબ પકડાયેલ વિદ્યાર્થીને હાલ પુરતો સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. સ્વામી વિવેકાનંદ હોસ્ટેલની ઘટના પછી, સમરસ હોસ્ટેલમાં પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. અહીંથી એમટીબી કોલેજના ત્રીજા વર્ષના વિદ્યાર્થીને દારૂના નશામાં પકડવામાં આવ્યો હતો. પોલીસને હવાલે કરવામાં આવેલા આ વિદ્યાર્થી પર કડક કાર્યવાહી કરવામાં આવશે.
અહેવાલ: ભાવેશ ઉપાધ્યાય