લોન મેળામાં અંદાજીત 50 જેટલા લોકો રહ્યા ઉપસ્થિત
અધિકારીઓ દ્વારા સરળતાથી લોન મેળવવા અંગે જરૂરી માર્ગદર્શન અપાયું
સુરત શહેરમાં કાપોદ્રા પોલીસ મથકે બેંકો સાથે સંકલન કરીને લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં એસીપી વી.આર.પટેલ, કાપોદ્રા પીઆઈ એમ.બી ઔસુરા સહિતના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ લોન મેળાનું આયોજન શાકભાજી અને લારી-ગલ્લા વાળા તેમજ રીક્ષાવાળા અને જરૂરીયાતમંદ વ્યક્તિઓ વ્યાજના ચક્કરમાં ફસાય નહી અને તેઓને ધંધા રોજગાર અર્થે સરળતાથી લોન મળી રહે તે માટે કરવામાં આવ્યું હતું. આ લોન મેળામાં અંદાજીત 50 જેટલા લોકો ઉપસ્થિત રહ્યા હતા. જેઓને બેંક અધિકારીઓ દ્વારા સરળતાથી લોન મેળવવા અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
સુરત શહેરમાં જરૂરીયાતમંદ વ્યક્તિઓ વ્યાજના ચક્કરમાં ના ફસાય અને તેઓની સરળતાથી લોન મળી રહે તે માટે કાપોદ્રા પોલીસ મથકે લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં બેંક અધિકારીઓ દ્વારા લોન અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે એસીપી, પીઆઈ સહિતના પોલીસના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
સુરત શહેરમાં કાપોદ્રા પોલીસ મથકે બેંકો સાથે સંકલન કરીને લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં એસીપી વી.આર.પટેલ, કાપોદ્રા પીઆઈ એમ.બી ઔસુરા સહિતના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ લોન મેળાનું આયોજન શાકભાજી/લારી ગલ્લા વાળા તેમજ રીક્ષાવાળા અને જરૂરીયાતમંદ વ્યક્તિઓ વ્યાજના ચક્કરમાં ફસાય નહી અને તેઓને ધંધા રોજગાર અર્થે સરળતાથી લોન મળી રહે તે માટે કરવામાં આવ્યું હતું. આ લોન મેળામાં આશે ૫૦ જેટલા લોકો ઉપસ્થિત રહ્યા હતા જેઓને બેંક અધિકારીઓ દ્વારા સરળતાથી લોન મેળવવા અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
અહેવાલ: ભાવેશ ઉપાધ્યાય