સુરત જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર અને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી-નવી દિલ્હીદ્વારા ભુકંપના કારણે હજીરા સ્થિત ઈન્ડીયન ઓઈલ કો.લી., હિન્દુસ્તાન પેટ્રોલિયમ કો.લી. અને ભારત પેટ્રોલિયમ કો.લી.ના બલ્ક પેટ્રોલિયમ સ્ટોરેજ ફેસીલિટીઝ ખાતે જોઈન્ટ નેશનલ ડિઝાસ્ટર મોકડ્રીલ યોજાઈ હતી. IOCL ખાતે સવારે 8 વાગે 8 રિક્ટર સ્કેલની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. ભૂકંપ આંચકાથી પેટ્રોલિયમ ભરેલી4, 6 અને 7 નંબરની ટેન્કમાં પેટ્રોલિયમ લીકેજ થયાનું જાણવા મળ્યું હતું. જેથી ચાર અલગ-અલગ ટીમો દ્વારા ટેન્કોનું ડેમેજ અસેસમેન્ટ (મૂલ્યાંકન) કરવામાં આવ્યું હતું. IOCL ટર્મિનલ ખાતે 12 થી 15 પેટ્રોલિયમ સ્ટોરેજ ટેન્કોમાં ૨૫ હજાર કિલો લિટરથી વધુ પેટ્રોલિયમ સ્ટોરેજ થાય છે.
સ્ટોરેજ ટેન્કોમાં પેટ્રોલ, ડીઝલ સહિતના બાયો ડિઝલ જેવા જ્વલંતશીલ પદાર્થ સ્ટોરેજ કરવામાં આવે છે. 8:40 કલાકે પેટ્રોલિયમ ટેન્ક એમએસ માંથી પેટ્રોલ લીકેજ થયું હતું. ત્યાર બાદ 9 વાગ્યે ઈમરજન્સી સાયરન વાગ્યું હતુ. કંપનીની ફાયર ફાઈટર ટીમે લીકેજ કંટ્રોલ કરવા ભારે જહેમત ઉઠાવી હતી. લીકેજ કંટ્રોલ કરવા કંપનીએ હજીરાની સહયોગી કંપનીની મદદ લીધી હતી. ટેન્કમાંથી લીકેજ કંટ્રોલ ન થવાથી 9:30 વાગ્યે જિલ્લા ક્લેકટર તંત્રને જાણ કરવામાં આવી હતી. ભૂકંપના આંચકાથી સુનામી જેવી આપત્તિની સ્થિતિ સર્જાઈ ત્યારે આવી પરિસ્થિતિને પહોંચી વળવા માટે જોઈન્ટ નેશનલ ડિઝાસ્ટરની મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. મોકડ્રીલના ભાગરૂપે 12 વ્યક્તિનું સફળ રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા.
2 વ્યક્તિઓને વધુ સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. આ સાથે આકસ્મિક સમયે કોઈ પણ પ્રકારના જાનમાલની નુકશાની ન થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર સહિત વિવિધ વિભાગના પ્રયાસથી સફળ જોઈન્ટ નેશનલ ડિઝાસ્ટર મોકડ્રીલ યોજવામાં આવી હતી. પેટ્રોલિયમ લીકેજનાં કારણે પર્યાવરણ, વન્યજીવન અને માનવજીવન પર ગંભીર આરોગ્ય વિષયક અસરોને અટકાવવા માટે વિશેષ જોઈન્ટ નેશનલ ડિઝાસ્ટરની સફળ મોકડ્રીલ યોજાઈ હતી. આપત્તિ વ્યવસ્થાપનની ટીમે સજાગતા દર્શાવી વિવિધ વિભાગો સાથે સંકલનમાં રહીને મોકડ્રીલ સફળ બનાવી હતી. આ મોકડ્રીલ દરમિયાન ડિસ્ટ્રિક્ટ ક્રાઈસીસ ગ્રુપ-સુરત, જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધી, NDMAના સિનિયર કન્સલ્ટન્ટ આદિત્ય કુમાર રાય, કામરેજ પ્રાંત અધિકારી અને ઈન્ચાર્જ ઇન્સિડેન્ટ કમાન્ડર વી. કે. પીપળીયા, ઈન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ-સુરત કચેરીના ડેપ્યુટી ડિરેક્ટર, મોકડ્રીલમાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF), હજીરા વિસ્તારની મ્યુચ્યુઅલ એઇડ ઇન્ડસ્ટ્રીઝ એટલે કે અદાણી, ઓએનજીસી, એએમએનએસ, ક્રિભકો, એનટીપીસી, રિલાયન્સ, ગેઇલ, આરોગ્ય વિભાગ, પોલીસ સાથે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની આગેવાની હેઠળ આસિ. કમાન્ડન્ટ કુમાર સહિતની ટીમ ઓઈલ લિકેજની કટોકટીના નિવારણ માટેની કવાયતમાં જોડાયા હતા.
હજીરા સ્થિત BPCL ડેપો ખાતે મોકડ્રીલના ભાગરૂપે પેટ્રોલિયમ સ્ટોરેજ ફેસીલિટીઝના સ્ટોરેજ ટેન્કને ભુકંપથી નુકશાન થયું હતું. જેમાં કુલ 16 પેટ્રોલિયમ સ્ટોરેજ ટેન્ક છે. જેમાં ઈથેનોલ, HFHSD હાઇ ફ્લેશ હાઇ સ્પીડ ડીઝલ, પેટ્રોલ સ્ટોરેજ કરવામાં આવે છે, ભુકંપના આંચકાથી ટેન્ક નંબર 5 માં ડિઝલ, 8 અને 9 માં પેટ્રોલ મેજર લીકેજ થવાનું જાણવા મળ્યું હતું. સાથે ટેન્ક 7 અને 8 લીકેજ કંટ્રોલ દરમિયાન ડાયકોલમાં ક્રેક થવાથી લેવલ 3 કોલ જાહેર કરતા જેમાં ફાયર, મેડિકલ, સિવિલ ડિફેન્સ સહિત એસડીઆરએફની ટીમે ડેપો માંથી પાંચ વ્યક્તિઓનું રેસ્ક્યૂ કર્યું હતું જેમાંથી બે વ્યક્તિઓને વધુ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હજીરા સ્થિત HPCL ડેપો ખાતે મોકડ્રીલના ભાગરૂપે ભૂકંપ બાદ કંટ્રોલ રૂમની છતમાં ભારે તિરાડો જોવા મળી હતી. આગની અસરના આધારે વિસ્તારનું ઝોનિંગ કરવામાં આવ્યું છે. ડાઇક 1 અને ડાઇક ૪ને ડેન્જર ઝોન જાહેર કરીને ડેમેજ મૂલ્યાંકન શરૂ કરીને ડાઇક, ટીટી ગેન્ટ્રી, ટીએલએફ પંપ હાઉસ, ટીડબલ્યુડી પંપ હાઉસ, VRU, OWS વિસ્તારની પુષ્ટિ કરવામાં આવી હતી.
ટાંકીના નિરીક્ષણ પર એવું જણાયું હતું કે, એમએસ ટાંકી નંબર 24 જેમની ક્ષમતા 1235 કિલો લિટર છે જેમાં સ્ટોક 700 કિલો લિટરનો જથ્થો સ્ટોરેજ હતો અને ટાંકી વાલ્વ યોગ્ય રીતે બંધ નથી અને ફ્લેંજમાંથી ઉત્પાદન લીક થઈ રહ્યું છે. કોમ્બેટ ટીમ ટાંકી ડાઇક પર પહોંચી અને લીકેજને પકડવાનો પ્રયાસ કર્યો. જો કે અનેક પ્રયાસો પછી પણ લીકેજને પકડી શકાયું ન હતું અને એમએસ લીકેજ ચાલુ રહ્યું અને આશરે 2 કિલો લીટર એમએસ ડાઈકની લીકેજ થયો હતો. ફાયર ફાઇટીંગ દરમિયાન MEFG ઓપરેટીંગ વ્યક્તિએ MSની વરાળ શ્વાસમાં જવાથી બેભાન થવાથી મેડિકલ ટીમે પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.