- પ્રયાગ રાજ મહાકુંભ અંગે પ્રવીણ તોગડિયાએ આપ્યું નિવેદન
- તીર્થ યાત્રીઓ માટે મોટા પ્રમાણમાં સેવાની વ્યવસ્થા કરાઈ
- 15 જગ્યા એ રસોડા ચલાવવામાં આવશે
- યાત્રીઓને એક લાખ ધાબળા અપાશે
- 500 જગ્યાએ મોબાઈલ ચાર્જિંગ પોઇન્ટ, 100 જગ્યા પીવાના પાણીની વ્યવસ્થા
સુરત ખાતે હિન્દુ નેતા ડૉ. પ્રવીણ તોગડિયા પહોંચ્યા હતાં. જ્યાં તેમણે પત્રકાર પરિષદ યોજી હતી. અહિં તેમણે પ્રયાગરાજ મહાકુંભ અંગે થનારી કામગીરીની વાત કરી હતી. સાથે જ રામ મંદિરનો સંકલ્પ પૂર્ણ થયો હોવાથી ગામડે ગામડે હવે હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવશે તેમ કહ્યું હતું. વર્તમાન સમયમાં બાંગ્લાદેશમાં થઈ રહેલા હિન્દુઓ પરના દમન પર તેમણે કહ્યું કે, ભારત સરકારે અગાઉ લાલ આંખ કરી તો બાંગ્લાદેશ બન્યું હતું. હવે સરકાર ફરી લાલ આંખ કરીને શું કરે છે તેની રાહ જોઈએ છીએ.
જેમાં પ્રવીણ તોગડિયાએ કહ્યું કે, હિન્દુ હિ આગે રહેગા એવું અભિયાન ચલાવવામાં આવશે. કુંભમાં તીર્થ યાત્રીઓ માટે મોટા પ્રમાણમાં સેવાની વ્યવસ્થા કરાઈ છે. 15 જગ્યાએ રસોડા ચલાવવામા આવશે. તીર્થયાત્રીઓને જમાડવામાં આવશે. યાત્રીઓને એક લાખ ધાબળા આપવામાં આવશે. 500 જગ્યાએ મોબાઈલ ચાર્જિંગ પોઇન્ટ ઊભા કરાશે. 100 જગ્યા પીવાના પાણીની વ્યવસ્થા બજરંગ દળે કરી છે. તમામ મંદિરના વિવાદ અંગે કહ્યું કે, બધા જ સંતો હિન્દુ સમાજને આગળ લઈ જવાનું કામ કરશે. આગળ જતા હિન્દુ સમાજને સાથે લઈને ચાલશે એવો વિશ્વાસ મને છે. લોકો ચતુર છે. બુદ્ધિમાન છે. રસ્તો શોધી લેશે.
વધુમાં પ્રવીણ તોગડિયાએ માહિતી આપતા જણાવ્યું હતુ કે, પ્રયાગરાજમાં યોજાનાર મહાકુંભમાં કરોડો લોકો હાજરી આપવાના છે. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા એક લાખ લોકોને રોજ ચા-નાસ્તો આપવામાં આવશે. પીવા માટે ગરમ પાણી આપવામાં આવશે. એક લાખ ધાબળાનું વિતરણ કરવામાં આવશે. તેમજ 8,000 લોકો રોકાણ કરી શકે તે પ્રકારની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે.
વધુમાં ઉમેર્યું કે, હિન્દુઓની રક્ષા માટે આગામી દિવસોમાં કામ કરવામાં આવશે. ગામડે-ગામડે હનુમાન ચાલીસાનું પઠન થાય, હિન્દુઓની સુરક્ષા ગોઠવાય તે પ્રકારે લોકોને વધુ જાગૃત કરીશું. બાંગ્લાદેશમાં હાલ જે પ્રકારની સ્થિતિ છે તે જોતા જે રીતે મારી લાલ થઈ રહી છે, તેવી રીતે સરકારની પણ આંખ લાલ થવી જોઈએ. મને આશા છે કે, નરેન્દ્રભાઈ, અમિતભાઈ અને રાજનાથસિંહ ચોક્કસ બાંગ્લાદેશ સામે આંખ લાલ કરશે.
દેશમાં હિન્દુઓનો બહુમત જળવાઈ રહે તેના માટે જ્યાં કાયદાનો ઉપયોગ કરવા જેવો હશે ત્યાં કાયદાનો ઉપયોગ કરીશું, જ્યાં દંડાનો ઉપયોગ કરવા જેવો હશે ત્યાં દંડાનો પણ ઉપયોગ કરીશું. પાકિસ્તાન સામે જ્યારે લાલ આંખ કરી હતી ત્યારે બે ભાગ થઈ ગયા હતા. હવે બાંગ્લાદેશ સામે જો લાલઆંખ કરીશું તો ચાર ટુકડા થઈ જશ. બાંગ્લાદેશ જો ન માને તો આંખ લાલ કરવાનો સમય આવી ગયો છે.
અહેવાલ: ભાવેશ ઉપાધ્યાય