- શાકોત્સવની વ્યવસ્થા માટે બે હજાર સ્વયં સેવકો ખડે પગે
- શિક્ષાપત્રી દ્વિષતાબ્દી મહોત્સવની જાહેરાત કરાઈ
સુરતના પૂણાગામના આંગણે વડતાલ લક્ષ્મીનારાયણ દેવ ગાદીના આચાર્ય અજેન્દ્રપ્રસાદ મહારાજની આજ્ઞાથી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજનાં સાનિધ્યમાં શાકોત્સવનુ ભવ્ય આયોજન કરાયું હતું. ધર્મકુળ આશ્રિત સત્સંગ સમાજ દ્વારા શાયોના પ્લાઝાના સામેના મેદાન ખાતે સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું. હરિભક્તોના પ્રસાદ માટે ૧૨,૦૦૦ કિલો બાજરા લોટના રોટલા,૨૦,૦૦૦ કિલો રીગંણનું શાક અને એ શાક બનાવવા માટે ૭૫૦ કિલો ઘી અને ૧૮૭૫ કિલ્લો તેલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ૧૦૦૦૦ કિલ્લો ખીચડી અને ૪૫૦૦ લીટર કઢીનો પ્રસાદ હરિભક્તોએ લીધો હતો. આ શાકોત્સવની વ્યવસ્થા માટે બે હજાર સ્વયં સેવકો છેલ્લા સાત દિવસથી સેવા આપી રહ્યા હતા. સાથે સાથે ભગવાન સ્વામિનારાયણે સ્વહસ્તે શિક્ષાપત્રી લખી તેના ૨૦૦ વર્ષ પ્રારંભ થતો હોય સમગ્ર વર્ષ દરમ્યાન શિક્ષાપત્રી દ્વિષતાબ્દી મહોત્સવની જાહેરાત કરવામાં આવી છે.
આ અંગે વિગતે વાત કરવામાં આવે તો, સુરતમાં કેનાલ રોડ પર આવેલા લક્ષ્મીનારાયણ ફાર્મ ખાતે ભવ્ય શાકોત્સવ યોજાયો હતો. 26 જાન્યુઆરીના ધર્મકુળ આશ્રિત સત્સંગ સમાજ દ્વારા યોજાયેલા શાકોત્સવમાં 1 લાખ ભક્તોએ પ્રસાદનો લાભ લીધો હતો. આ શાકોત્સવમાં 12 હજાર કિલો બાજરીના લોટના 1 લાખ રોટલા બનાવવામાં આવ્યા હતા. 20 હજાર કિલો શાક સાથે 10,000 કિલો ખીચડી પણ બનાવવામાં આવી હતી. સુરતના પૂણાગામના આંગણે વડતાલ લક્ષ્મીનારાયણ દેવ ગાદીના આચાર્યઅજેન્દ્રપ્રસાદ મહારાજની આજ્ઞાથી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજનાં (લાલજી મહારાજ) દિવ્ય સાનિધ્યમાં ધર્મકુળ આશ્રિત સત્સંગ સમાજ સુરત દ્વારા પુણા ગામ શાયોના પ્લાઝાના સામેના મેદાન ખાતે શાકોત્સવનુ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. નૃગેન્દ્રપ્રસાદજી મહારાજ હરિભક્તોને વિશેષ આશીર્વાદ આપ્યા હતા.
હરિભક્તોના પ્રસાદ માટે ૧૨૦૦૦ કિલો બાજરા લોટ ના રોટલા,૨૦૦૦૦ કિલો રીગંણનું શાક અને એ શાક બનાવવા માટે ૭૫૦ કિલો ઘી અને ૧૮૭૫ કિલ્લો તેલનો ઉપયોગ થશે. આ ઉપરાંત ૧૦૦૦૦ કિલ્લો ખીચડી અને ૪૫૦૦ લીટર કઢીનો પ્રસાદ હરિભક્તોને આપવામા આવશે. આ શાકોત્સવની વ્યવસ્થા માટે બે હજાર સ્વયં સેવકો એ છેલ્લા સાત દિવસથી ખડે પગે સેવા આપી રહ્યા છે.
લાલાજી મહારાજએ આશીર્વાદ આપતાં કહ્યું હતું કે આજે પ્રજાસત્તાક પર્વ છે અને તેમાં ખાસ આપણા સત્સંગના આયોજનો સાથે ધ્વજવંદન કરાયું તે ખરેખર પ્રભુ ભક્તિ સાથે રાષ્ટ્ર ભક્તિ પણ મહત્ત્વ સમજો છો તેનો ગર્વ છે. આ સાથે એક વિશેષ વાત એ છે કે આપણે ભક્ત પાછી પરંતુ પહેલા માણસ બનવાનું છે. રાષ્ટ્રના સાચા ભક્ત બની દેશનાં બંધારણ મુજબ વર્તવાનું છે.
સાથે સાથે ભગવાન સ્વામિનારાયણે સ્વહસ્તે શિક્ષાપત્રી લખી તેના ૨૦૦ વર્ષ પ્રારંભ થતો હોય સમગ્ર વર્ષ દરમ્યાન શિક્ષાપત્રી દ્વિષતાબ્દી મહોત્સવની જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત શિક્ષાપતરીમાં આપેલ સંદેશ જન જન સુધી પહોંચાડી શકાય સર્વજીવ હિતાવહ કાર્ય કરવાની હાકલ કરવામાં આવી છે.