- પોલીસ દ્વારા છ રેમ્બો છરા કબ્જે કરાયા
- સોશિયલ મીડિયાના વિડીયોના આધારે કરાઈ તપાસ
સુરતમાં સોશિયલ મીડિયાના રિલ્સ બનાવવા માટે હથિયારો રાખતા ઈસમો ઝડપાયા છે. આ ઈસમો દ્વારા મોઢાના ચપ્પુ રાખી વિડીયો બનાવવામાં આવ્યા હતા. જે અંગે ઉતરાણ પોલીસે વાયરલ વિડીયો બાબતે તપાસ કરી હતી. તપાસમાં પોલીસ દ્વારા ચાર આરોપીઓ યસ કંઠવાડિયા, મેહુલ ફળદુ ,રોશન કસવાલા અને કાર્તિક ચૌહાણની ધરપકડ કરવામાં આવી છે. જેમાથી યશ કંઠવાડિયા અને કાર્તિક ચૌહાણ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપીઓ પાસેથી છ રેમ્બો છરા કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી અનુસાર, સુરતના વરાછા વિસ્તારમાં સોશિયલ મીડિયામાં ફોલોવર્સ વધારવા માટે યુવકે પોલીસની નેમ પ્લેટવાળું બોર્ડ સ્કોર્પિયો ગાડીના ડેશબોર્ડ પર રાખી વીડિયો બનાવ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેથી પોલીસે યુવકની ધરપકડ કરી કાન પકડાવી માફી મંગાવી હતી. જ્યારે ઉત્રાણ પોલીસે ચાર યુવાનોને ઘાતક રેમ્બો છરા સાથે ઝડપી પાડ્યા છે. ચારેય યુવાનોએ રિલ્સ બનાવવા અને લોકોમાં રોફ જમાવવા ચપ્પુ લઇ વીડિયો બનાવ્યા હતા. હાલ પોલીસે આરોપીઓની ધરપકડ કરી 3 રેમ્બો છરા કબજે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરતની ઉત્રાણ પોલીસે રિલ્સ બનાવવા ઘાતક ચપ્પુ હાથમાં લઈ વીડિયો બનાવી અપલોડ કરનાર ચાર યુવાનોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉત્રાણ પોલીસે ચાર યુવાનો પાસેથી 3 રેમ્બો છરા કબજે કર્યા છે. પોલીસે કોમ્બિંગ દરમિયાન આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે યશ ઉર્ફે માફિયા નલીનભાઈ કંઠવાડિયા, મેહુલ જયેન્દ્રભાઈ ફળદુ, રોશન ધનસુખભાઈ કસવાલા અને કાર્તિક ઉર્ફે કરણ પરશોતમભાઈ ચોહાણની ધરપકડ કરી છે.
આરોપીઓ સોશિયલ મીડિયામાં વીડિયો અપલોડ કરવા ઘાતક હથિયારો લઈને ફરતા હતા. આ સાથે લોકોમાં ડર અને ધાક જમાવવા માટે ચપ્પુ લઈને ફરતા હતા. પકડાયેલા આરોપીઓમાં યશ ઉર્ફે માફિયા નલીનભાઈ કંઠવાડિયા અને કાર્તિક ઉર્ફે કરણ પરશોતમભાઈ ચોહાણ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. જેમાં યશ ઉર્ફે માફિયા નલીનભાઈ કંઠવાડિયા વિરુદ્ધ બારડોલી પોલીસ મથક અને સરથાણા પોલીસ મથકમાં ગુનો નોંધાયેલો છે. જ્યારે કાર્તિક ઉર્ફે કરણ પરસોત્તમ ચોહાણ વિરુદ્ધ સરથાણા પોલીસ મથકમાં ગુનો નોંધાયેલો છે. હાલ પોલીસે ચારેયની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
વરાછામાં સોશિયલ મીડિયામાં ફોલોવર્સ વધારવા માટે યુવકે પોલીસની નેમ પ્લેટવાળું બોર્ડ ગાડીના ડેશબોર્ડ પર રાખી વીડિયો બનાવ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેના કારણે મામલો પોલીસમાં પહોંચ્યો હતો. વરાછા પોલીસે જાતે ફરિયાદી બની સાગર અમૃતલાલ હિરપરા (23) (રહે,કનૈયા એપાર્ટ, વરાછા મેઇન રોડ,મૂળ રહે,ધોરાજી,રાજકોટ) સામે ગુનો નોંધી ધરપકડ કરી છે. વધુમાં પકડાયેલો શખ્સ સીમાડા બીઆરટીએસ રોડ પર ધોરાજીના લસણીયા બટેકાનો ધંધો કરે છે.ઈન્સ્ટ્રાગ્રામ પર એક વીડિયો વાયરલ થયો હતો.
વીડિયો એક શખ્સ બ્લેક કલરની સ્કોર્પિયો ગાડી પર ઊભો હતો અને તે શખ્સની ગાડીના ડેસબોર્ડ પર આગળની સાઇડમાં પોલીસની નેમ પ્લેટ હતી. જોકે તે પોલીસમાં ફરજ બજાવતો ન હતો છતાં પોલીસનું નામ ચરી ખાતો હતો. આ ઘટનાને કારણે પોલીસ પર છાંટા ઉડ્યા હતા. જેના કારણે વરાછા પોલીસે તેની સામે કાર્યવાહી કરી હતી. સાથે કાર અને મોબાઇલ કબજે કર્યા છે. પોલીસે ધરપકડ કરતા આખરે તેણે કાન પકડી માફી માંગી હતી અને બીજીવાર આવું ન થાય તેની પોલીસને ખાતરી આપી હતી.