- શહીદ ચાર રસ્તા પાસે એક વ્યક્તિએ રિવોલ્વર જેવું હથિયાર બતાવીને ધમકાવ્યો
- વૈભવ શિવબહલ સિંગ અને આદિત્ય ધુપપ્રસાદ ગોંડની ધરપકડ
સુરતમાં આવેલ ડિંડોલી અંબિકા પાર્કમાં રહેતા મહારુદ્ર ઉર્ફે રામબોલ ઠાકુર જગદંબા એક્સપ્રેસ કાર્ગો સર્વિસના નામથી ટ્રાન્સપોર્ટનો ધંધો કરે છે. જે રાત્રે બાઇક પર ઓફિસથી ઘર તરફ જઇ રહ્યા હતા ત્યારે શહીદ ચાર રસ્તા પાસે બાઇક પર એક શખ્સ આવ્યો હતો. તેણે મહારૂદ્રને રિવોલ્વર જેવું હથિયાર બતાવીને નામ પૂછી, ફોન પર અન્ય વ્યકિત સાથે વાત કરાવી હતી. જેમાં ફોન પર વાત કરનારે,‘ હું લોરેન્સ બિશ્નનોઇ બોલુ છુ. એમ કહી કાલે 50 પેટી તૈયાર રાખજે નહીતર મારી દઈશ તેવી ધમકી મારી હતી. જે અંગે મહારૂદ્ર ઠાકુરે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જે આધારે ડીંડોલી પોલીસે બે સગીર તથા વૈભવ શિવબહલ સિંગ અને આદિત્ય ધુપપ્રસાદ ગોંડને ઝડપી પાડ્યા હતા..
આ અંગે મળતી વિગતો અનુસાર, ડિંડોલી અંબિકા પાર્કમાં રહેતા મહારુદ્ર ઉર્ફે રામબોલ ઠાકુર જગદંબા એક્સપ્રેસ કાર્ગો સર્વિસના નામથી ટ્રાન્સપોર્ટનો ધંધો કરે છે. 21મીના શનિવારે મહારૂદ્વ રાત્રે બાઇક પર ઓફિસથી ઘર તરફ જઇ રહ્યા હતા ત્યારે ડિંડોલી ઉત્સવ રેસીડન્સીથી શહીદ ચાર રસ્તા પાસેે બાઇક પર એક શખ્સ આવ્યો હતો. તેણે મહારૂદ્રને રિવોલ્વર જેવું હથિયાર બતાવીને તારું નામ રામબોલ ઠાકુર છે? એમ પુછ્યું હતું.મહારૂદ્રે હા પાડતા તેણે પોતાના ફોન પર અન્ય વ્યકિત સાથે વાત કરાવી હતી.જેમાં ફોન પર વાત કરનારે,‘ હું લોરેન્સ બિશ્નનોઇ બોલુ છું. તું રામબોલ ઠાકુર છે ને ે કાલે 50 પેટી તૈયાર રાખજે નહીતર ઠોકી દઈશ,’ મહારૂદ્ર ઠાકુર પોતાના સંબંધી શુભમને સાથે જ્યારે પોલીસમાં ફરિયાદ લખાવતા હતા ત્યારે સાંજે પણે ખંડણીખોરે ફોન કરી ધમકી આપી હતી. િડંડોલી પોલીસે તપાસ કરતાં બે સગીર તથા વૈભવ શિવબહલ સિંગ (આવિર્ભાવ સોસાયટી -1 પાંડેસરા) આદિત્ય ધુપપ્રસાદ ગોંડ (રહે, વિનાયક નગર પાંડેસરા)ને પકડી પાડ્યા હતા.
પોલીસના જણાવ્યા મુજબ ટ્રાન્સ્પોર્ટર્સની સોસાયટીમાં રહેતા સગીરે જ મોટો હાથ મારવા માટે આ યોજના બનાવી હતી. તે અગાઉ નાની મોટી ચોરી કરતો હતો. તેની સોસાયટામાં જ રહેતા મહારૂદ્ર પાસે સારા નાણા નીકળી શકે તેમ લાગતે તેણે વૈભવ, આદિત્ય અને અન્ય સગીરને તૈયાર કર્યા હતા. રેકી કર્યા આદિત્યે તેના ફોન પર બીજા સાથે વેપારીની વાત કરાવી હતી.
નહીતર ઠોકી દઈશ,’ મહારૂદ્ર ઠાકુર પોતાના સંબંધી શુભમને સાથે જ્યારે પોલીસમાં ફરિયાદ લખાવતા હતા ત્યારે સાંજે પણે ખંડણીખોરે ફોન કરી ધમકી આપી હતી. િડંડોલી પોલીસે તપાસ કરતાં બે સગીર તથા વૈભવ શિવબહલ સિંગ (આવિર્ભાવ સોસાયટી -1 પાંડેસરા) આદિત્ય ધુપપ્રસાદ ગોંડ (રહે, વિનાયક નગર પાંડેસરા)ને પકડી પાડ્યા હતા.
અહેવાલ: ભાવેશ ઉપાધ્યાય