- ફાયરિંગની ઘટનામાં ગર્ભવતી મહિલા સહીત ત્રણ લોકો ઈજાગ્રસ્ત
- પોલીસનાં ધાડેધાડા ઉતરી પડ્યા
- ચારેક લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડાયા
- DYSP સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો
સુરત શહેરના પલસાણા તુંડી ગામમાં ક્રિકેટ રમવા જેવી નજીવી બાબતે ફાયરિંગ થયાનું સામે આવ્યું છે. યુવક ક્રિકેટ રમીને ઘરે આવ્યો હતો જે બાદ તેના ઘરે ટોળું ભેગું થયું હતું. લોકોને આવેલા જોઈને યુવાને એક્સ આર્મીમેન પિતાની રિવોલ્વર લઈને ફાયરિંગ કર્યું હતું. જેમાં ગર્ભવતી મહિલા સહિત ત્રણ લોકો ઈજાગ્રસ્ત બન્યા હતા. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ફાયરિંગની ઘટનાની ગંભીરતા જોઈને ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો બનાવ સ્થળે દોડી આવ્યો હતો. પલસાણા પોલીસે બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
સુરતના પલસાણા તાલુકાના તુંડી ગામની દ્વારકેશ સોસાયટીમાં ફાયરિંગની ઘટના બની છે. આ અંધાધૂંધ ગોળીબારમાં ત્રણ લોકોને ઈજા પહોંચી છે. આ ઘટનામાં મહિલા અને બે પુરુષને ઈજા પહોંચી છે.દ્વારકેશ સોસાયટીમાં ક્રિકેટ રમવાની સામાન્ય બાબતે બબાલ થઈ હતી. જેમાં સિક્યુરિટી એજન્સી ચલાવતા એક્સ આર્મી મેનના પુત્રએ ફાયરિંગ કર્યું હોવાનું સામે આવ્યું છે.
આ ઘટનાના વીડિયો હાલ ઘણા જ વાયરલ થઈ રહ્યા છે. ટીએસએસ સિક્યુરિટી એજન્સી એક્સ આર્મી મેન ચલાવે છે. ત્યારે ફાયરિંગની સમગ્ર ઘટનાના વીડિયો સ્થાનિક લોકોએ મોબાઈલના કેમેરામાં પણ કેદ કર્યા છે.
મળતી માહિતી પ્રમાણે, આ ઈજાગ્રસ્તોમાં ગર્ભવતી મહિલા પણ સામેલ છે. હાલ આ ગર્ભવતી મહિલાને ખાંગુ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, દ્વારકેશ સોસાયટીમાં ગત મોડી રાત્રે ક્રિકેટની રમત માટે બબાલ થઈ હતી. વિકાસ નામના યુવકનો અન્ય લોકો સાથે ક્રિકેટમાં ઝઘડો થયો હતો. વિકાસ ટીએસએસ સિક્યુરિટી એજન્સી ચલાવતા એક્સ આર્મી મેનનો પુત્ર છે.
ક્રિકેટ ગ્રાઉન્ડમાં થયેલો ડખ્ખો ઘર સુધી પહોંચતા ફાયરિંગ
દ્વારકેશ સોસાયટીમાં ક્રિકેટ રમવાની બાબતે ઝઘડો થતા ફાયરિંગ કરાયું હતું. ક્રિકેટ રમવા બાબતે વિકાસ નામના યુવકને ઝગડો થયો હતો. ક્રિકેટ મેદાનમાં ઝગડો કરી વિકાસ પોતાના ઘરે પરત ફર્યો હતો. ઝઘડાની અદાવત રાખી લોકોનું ટોળું વિકાસને મારવા ઘરે પહોચ્યું હતું, લોકોનું મોટું ટોળું જોઈ વિકાસે પિતાની બાર બોરની બંદુકથી ફાયરિંગ કર્યું હતું, ફાયરિંગ કરતા લોકોના ટોળામાં ભાગદોડ મચી જવા પામી હતી.
ફાયરિંગની ઘટનાનો વીડિયો કેમેરામાં કેદ
ક્રિકેટમાં ઝઘડાની ઘટના બનતા ત્યાંના રહેવાસીઓ એકઠા થઈ ગયા હતા અને બધા ભેગા મળી વિકાસના બંગલોઝમાં તેને મારવા માટે પહોંચ્યા હતા. વિકાસ લોકોનુ ટોળુ જોઈ ગભરાઈ ગયો હતો. વિકાસે લોકટોળું જોઈ સ્વબચાવ માટે પોતાના પિતાની સિક્યોરિટી સર્વિસની બારા બોર બંદુકથી અંધાધુંધ ફાયરિંગ કર્યું. ફાયરિંગ કરતા લોકટોળામાં ભાગદોડ મચી જવા પામી હતી. આ ઘટનામાં મહિલા અને 2 પુરૂષો એમ કુલ ત્રણ લોકો ઘાયલ થયા છે. જે પૈકી એક વ્યક્તિની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. ફાયરિંગની ઘટનાનો વીડિયો કેમેરામાં કેદ થઈ ગયો છે.