- રાજેશ મહાજન, મહેશ રાજપૂત, આરતીદેવી મૌર્યાની ધરપકડ
- બુદ્ધદેવ ચૌહાણ, મનોરમા પાલ અને શરદ પટેલની ધરપકડ કરાઈ
- દવા ઇન્જેક્શન સહિતનો મુદ્દામાલ કબ્જે
સુરતમાં છેલ્લા કેટલાક સમયથી નકલી તબીબો નકલી ડિગ્રી સાથે દવાખાના ખોલીને બેસી જાય છે અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હોય છે. આવા તબીબોને પકડી પાડવા માટે સુરત પોલીસ સમય અંતરે દરોડા પાડતી હોય છે. ત્યારેબ સુરત શહેરમાં ડીંડોલી પોલીસે બે મહિલા સહિત 6 બોગસ તબીબોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ડીગ્રી વગર ડોક્ટર બની લોકોની જીદંગી સાથે ચેડા કરતા કુલ 6 તબીબોને ડીંડોલી પોલીસે ડીંડોલી નવાગામના અલગ અલગ વિસ્તારમાંથી ઝડપી પાડ્યા હતા.
સુરત શહેરમાંથી વધુ એક વખત નકલી ડોકટરો પોલીસના હાથે ઝડપાયા છે. ડીંડોલી પોલીસે ડીંડોલી નવાગામ વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ તપાસ હાથ ધરીને બે મહિલા સહીત 6 બોગસ ડોક્ટરોને ઝડપી પાડયા હતા. પોલીસે તેઓના કલીનીકમાંથી મળી આવેલી તમામ દવા તથા મેડીકલનો સર સમાન મળીને કુલ 52,419 રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો છે.
ડીંડોલી પોલીસે અલગ અલગ દવાખાનામાં રેઇડ કરીને ડીગ્રી વગર ડોક્ટર તરીકે પ્રેક્ટીસ કરતા આરોપી રાજેશ રામક્રિશ્ન મહાજન, મહેશ વિઠ્ઠલ રાજપૂત, આરતી દેવી સત્યપ્રકાશ શોભનાથ મોર્યા, બુદ્ધદેવકુમાર શિવનંદન ચૌહાણ, મનોરમાબેન અમરદેવવિક્રમાદિત્ય પાલ અને શરદ નારાયણ પટેલની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અહેવાલ: ભાવેશ ઉપાધ્યાય