- 7 લાખ 90 હજારનો મુદ્દામાલ કબ્જે કરાયો
- તમામ આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવતા હોવાનું આવ્યું સામે
સુરત શહેરમાં વહેલી સવારે તથા રાત્રીના વોકમાં નીકળતા લોકોને ટાર્ગેટ કરી ચેઈન સ્નેચિંગ કરતા ૩ ચેઈન સ્નેચરોને ક્રાઈમ બ્રાંચની ટીમે ઝડપી પાડ્યા છે. મળતી માહિતી મુજબ ક્રાઈમ બ્રાંચની ટીમે અડાજણ એલપી સવાણી રોડ ટીજીબી સર્કલથી સૌરભ ચોકડી તરફ જતા રોડ ઉપરથી આરોપી અશોક ઉર્ફે નિકુંજ ઉર્ફે નીકલો મિતેષ બેલદાર, મહાવીરસિંહ ચૌહાણ તથા ઉદેસિંગ ઉર્ફે મગન ઠાકોરને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી 7.40 લાખની કિમંતની 7 નંગ સોનાની ચેઈન તથા એક સ્પોર્ટ્સ બાઈક મળી કુલ 7,90,490 રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો છે.
આ અંગે મળતી માહિતી મુજબ સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે સુરતના અડાજણ એલપી સવાણી રોડ ટીજીબી સર્કલથી સૌરભ ચોકડી તરફ જતા રોડ ઉપરથી આરોપી અશોક ઉર્ફે નિકુંજ ઉર્ફે નીકલો મિતેષ બેલદાર [ઓડ] [ઉ.27], મહાવીર સિંહ નટુભાઈ ચૌહાણ તથા ઉદેસિંગ ઉર્ફે મગનભાઈ ઠાકોર [ઉ.32] ને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી 7.40 લાખની કિમંતની 7 નંગ સોનાની ચેઈન તથા એક સ્પોર્ટ્સ બાઈક મળી કુલ 7,90,490 રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો હતો.
પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે આરોપી અશોક ઉર્ફે નિકુંજ વર્ષ 2005 થી વર્ષ 2015 સુધી સુરત શહેરમાં રહી ચુક્યો છે. આ સમયગાળા દરમ્યાન ચેઈન/મોબાઈલ સ્નેચિગના ગુનામાં પકડાયા બાદ પોતાના વતનમાં રહેવા જતો રહ્યો હતો અને સહ આરોપી મહાવીરસિંહ ચૌહાણ સાથે મળીને ગુજરાત રાજ્યના અલગ અલગ શહેરોમાં ચેઈન સ્નેચિગના ગુનાઓ આચરતા વર્ષ 2020માં પોલીસમાં પકડાઈ ગયા હતા.
તે ગુનામાં આશરે એક વર્ષ જેલમાં રહ્યા બાદ સુરત શહેરના વિસ્તારથી પરિચિત હોવાથી પોતાના વતન આણંદના તારાપુરથી સુરત સુધી સ્પોર્ટ્સ બાઈક ઉપર 200 કિમી જેટલું અંતર કાપી વહેલી સવારે તથા રાત્રીના વોકમાં નીકળતા માણસોને ટાર્ગેટ કરી ચેઈન સ્નેચિગના ગુનાને અંજામ આપતા હતા અને વર્ષ 2022માં તેઓને ક્રાઈમ બ્રાંચની ટીમે પકડી પાડી 8 ચેઈન સ્નેચીગના ગુનાઓનો ભેદ ઉકેલી જે તે પોલીસ મથકમાં સોંપવામાં આવ્યા હતા જે ગુનાઓમાં બે વર્ષ સુધી જેલમાં રહી વર્ષ 2024 મેં મહિનામાં જેલમાંથી મુક્ત થતા ત્રણેય આરોપીઓ મળી ફરી વાર સુરત શહેર વિસ્તારમાં ચેઈન સ્નેચિગના ગુનાને અંજામ આપ્યો હતો.
પોલીસ તપાસમાં હાલ ઉત્રાણ પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો હતો આ ઉપરાંત વર્ષ ૨૦૨૪માં અડાજણ વિસ્તારમાં અલગ અલગ 7 જગ્યાએ ચેઈન સ્નેચિગ કરી હોવાની પણ કબુલાત કરી હતી. આ મામલે પોલીસ દ્વારા હાલ વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. વધુમાં આરોપીઓ પોતાની ઓળખ છતી ના થાય તે માટે મોટા ભાગે રાત્રીનો સમય પસંદ કરી મોટર સાયકલની નંબર પ્લેટ કાઢી ચેઈન સ્નેચિગના ગુનાઓ આચરવાની મોડસ ઓપરેન્ડી ધરાવે છે.
વધુમાં પકડાયેલા આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે જેમાં અશોક ઉર્ફે નિકુંજ ઉર્ફે નીકલો મિતેષ રામજીભાઈ બેલદાર સામે અગાઉ ચેઈન સ્નેચિગના 23 ગુના, આરોપી મહાવીરસિંહ ચૌહાણ સામે લૂંટ, મારામારી, ભંગાર ચોરી, ચેઈન સ્નેચિંગ સહીતના 15 ગુના જયારે આરોપી ઉદેસિંગ ઉર્ફે ઉદો ઠાકોર સામે પ્રોહીબીશન, ચેઈન સ્નેચિગ સહિતના 5 ગુના અગાઉ નોંધાયેલા છે.