- ઉધના રેલવે સ્ટેશન નજીકથી MD ડ્રગ્સ સાથે આરોપીની કરી ધરપકડ
- આરોપી એઝાંઝ અબ્દુલ વલી મન્સૂરી અને શિવકુમાર રામ ખીલાવન ગુપ્તા નામના આરોપીની ધરપકડ
- બંને રિક્ષાચાલક મુંબઈથી લાવ્યા હતા નશાનો જથ્થો
- બંને પાસેથી રોકડા રૂપિયા 3,990 અને 2 મોબાઈલ ફોન કર્યા કબ્જે
સુરત ઉધના રેલવે સ્ટેશન નજીકથી 55 ગ્રામ MD કિંમત રૂપિયા 5,54,500 સાથે આરોપી એઝાંઝ અબ્દુલ વલી મન્સૂરી અને શિવકુમાર રામ ખીલાવન ગુપ્તા નામના બે આરોપીની ધરપકડ કરી હતી. બંને રિક્ષાચાલક મુંબઇથી MD ડ્રગ્સ વેચવા માટે આ જથ્થો લાવ્યા હતા. તેમજ બંને પાસેથી રોકડા રૂપિયા 3990 અને 2 મોબાઈલ ફોન કબ્જે કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત બંને આરોપીઓ વિરુદ્ધ અગાઉ ગુના નોંધાઈ ચૂક્યા છે.
અનુસાર માહિતી મુજબ, સુરત પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઈન સિટી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે ઉધના રેલવે સ્ટેશન નજીકથી MD ડ્રગ્સ સાથે બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. બન્ને આરોપીઓ પાસેથી 55 ગ્રામ MD ડ્રગ્સની કિંમત રૂપિયા 5,54,500નો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. આ ઉપરાંત પોલીસે આરોપી એઝાઝ અબ્દુલવલી મન્સૂરી અને શિવકુમાર રામ ખીલાવન ગુપ્તા નામના બે આરોપીની કરી ધરપકડ કરી હતી.
મોબાઈલ-રોકડ સહિતનો મુદ્દામાલ કબ્જે
ક્રાઈમ બ્રાંચે બાતમીના આધારે વોચ ગોઠવી હતી. જેમાં ઉધના રેલવે સ્ટેશન ગેટ સામે આવેલા ઝીરો નંબર રોડ પરથી બન્ને ઈસમોને ઝડપી લીધા હતાં. બન્ને આરોપી પાસેથી ગેરકાયદેસર માદક પદાર્થ MD ડ્રગ્સ કુલ વજન 55.450 ગ્રામ વેચાણ માટે હેરાફેરી કરતા ઝડપી પાડવામાં આવ્યું હતું. આ બન્ને આરોપીઓ પાસેથી બે મોબાઈલ તથા રોકડા મળીને 5.65 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.
ઝડપથી પૈસા કમાવા ડ્રગ્સ વેચવા લાવેલા
આરોપીઓ બન્ને રિક્ષા ડ્રાઇવર છે. તેઓ મુંબઇથી MD ડ્રગ્સ વેચવા માટે આ જથ્થો લાવ્યા હતા. આ ઉપરાંત બોરીવલીથી તેઓ જથ્થો લાવ્યા હતાં. બન્ને આરોપીઓ વિરુદ્ધ અગાઉ ગુના નોંધાઈ ચૂક્યા છે. એઝાઝ વિરુદ્ધ રાંદેર પોલીસ સ્ટેશનની હદમાં અને શિવકુમાર વિરુદ્ધ મહિધરપુરા તેમજ ભીલાડ પોલીસ સ્ટેશનની હદમાં ગુના નોંધાઈ ચૂક્યા છે. ઝડપથી પૈસા કમાવાની લાલચમાં મુંબઈથી MD ડ્રગ્સ લઈ આવ્યા હોવાનું સામે આવ્યું છે.
અહેવાલ : ભાવેશ ઉપાધ્યાય