- પોલીસે તુક્કલ વહેંચતા જય ચાંચડ અને પર્વ દેવાણીની કરી ધરપકડ
- સરથાણા પોલીસે બાતમીના આધારે 250 નંગ જેટલા ચાઈનીઝ તુક્કલ ઝડપી પાડ્યા
- પોલીસે બંને શખ્સો પાસેથી 12,500ની કિંમતના 250 નંગ ચાઈનીઝ તુક્કલ કબ્જે કર્યા
સુરત: આગામી ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખીને સુરત પોલીસે ગેરકાયદેસર ચાઇનીઝ તુક્કલના વેચાણ સામે કડક કાર્યવાહી કરી છે. સુરતના સરથાણા વિસ્તારના પાર્વતી નગર માંથી પ્રતિબંધિત ચાઈનીઝ તુક્કલ ઝડપાયા હતા. સરથાણા પોલીસે બાતમી ના આધારે 250 નંગ જેટલા ચાઈનીઝ તુક્કલ ઝડપી પાડ્યા હતા. ઉતરાયણ પર્વ નિમિત્તે પ્રતિબંધિત વસ્તુ વહેંચતા લોકો પર પોલીસની લાલ આંખ છે. ત્યારે પોલીસે તુક્કલ વહેંચતા જય ચાંચડ અને પર્વ દેવાણી ની ધરપકડ કરી. આ સાથે પોલીસે બને પાસેથી 12500 ની કિંમત ના 250 નંગ ચાઈનીઝ તુક્કલ કબજે કર્યા હતા.
પોલીસ કમિશનરની સૂચના મુજબ, સુરત પોલીસે ચાઇનીઝ તુક્કલના વેચાણ સામે ખાસ ઝુંબેશ શરૂ કરી છે. આ જ ઝુંબેશમાં સરથાણા પોલીસે બાતમીના આધારે જય અલ્પેશભાઇ ચાંચડ અને પર્વ હરેશભાઇ દેવાણી નામના બે શખ્સોને 250 નંગ ચાઇનીઝ તુક્કલ સાથે ઝડપી પાડ્યા છે. આ બંને શખ્સો સામે ભારતીય દંડ સંહિતાની કલમ 223 અને 54 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
અહેવાલ: ભાવેશ ઉપાધ્યાય