સુરત: અમરોલીના કોસાડ ગામ ખાતે રૂ.10 કરોડ ખર્ચે પાંચ કિમી લાંબી સ્ટ્રોર્મ ડ્રેનેજ નેટવર્ક RRC બોક્સ અને પાઈપ ડ્રેઈનનું વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરાયું. સુરત શહેરના અમરોલીના કોસાડ ગામ ખાતે રૂ.10 કરોડ ખર્ચે પ્રથમ તબક્કામાં પાંચ કિમી લાંબી સ્ટ્રોર્મ ડ્રેનેજ નેટવર્ક RRC બોક્સ અને પાઈપ ડ્રેઈનનું વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ સ્ટ્રોર્મ ડ્રેનેજ નેટવર્કના ખાતમુહૂર્ત પ્રસંગે મંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કે, સુરતમાં બ્રિજ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુરત મહાનગર પાલિકાના દરેક વિસ્તારમાં સમાન વિકાસ થયો છે.
સમગ્ર ભારતમાં સૌ પ્રથમ મહાનગર પાલિકાએ ઝુંપડપટ્ટી મુકત થવાની દિશામાં અગ્રેસર કામગીરી કરી છે. પીવાના પાણી, સ્વચ્છ વાયુ, સફાઈ સહિત દરેક ક્ષેત્રેમાં સુરત અગ્રેસર રહ્યું છે. વધુમાં મંત્રીએ કહ્યું હતું કે, કોસાડમાં કુલ 64.25 કરોડથી વધુના પ્રથમ તબક્કાના કામોને મંજુરી મળી છે. જેમાંથી આજે રૂ.10 કરોડ ખર્ચે પ્રથમ તબક્કામાં પાંચ કિમી લાંબી સ્ટ્રોર્મ ડ્રેનેજ નેટવર્ક RRC બોક્સ અને પાઈપ ડ્રેઈનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. કોર્પોરેશન વિસ્તારના નજીકના ગામડાને જોડતા રસ્તા બનાવવામાં આવ્યા છે. મોટા વરાછા વિસ્તારમાં સિટી લાઈટ જેવો વિસ્તાર વિકસિત થયો છે. આ અવસરે મેયર દક્ષેશ માવાણીએ સમગ્ર ભારત વર્ષમાં સુરત મહાનગર પાલિકા સ્વચ્છતા અને સ્વચ્છ વાયુ પ્રદૂષણમાં પ્રથમ નંબરે આવ્યું છે.
સુરતમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન વ્હિકલમાંથી 40 ટકા ઈ-વ્હિકલના ઉપયોગથી સુરતમાં 7000 મેટ્રિક ટન કાર્બન ઉત્સર્જન એક વર્ષમાં ઓછુ થયું છે. સમગ્ર દેશમાં સૌથી લાંબો ઈલેક્ટ્રિક વ્હિકલ સાથેનો BRTS કોરીડોર આપણા સુરતમાં કાર્યરત છે. રાત્રી સફાઈ દરમિયાન એક વર્ષ 4200 મેટ્રિક ટન ધૂળ દૂર કરી છે. સુરત મનપા દ્વારા પીવાનું શુધ્ધ પાણી આપવામાં આવી રહ્યું છે. એટલે જ સમગ્ર ગુજરાતમાં પ્રાથમિક સુવિધામાં આપવામાં સુરત મહાનગર પાલિકા પ્રથમ રહ્યું છે. આ કાર્યક્રમમાં ડ્રેનેજ સમિતિના ચેરમેન કેયુર ચપટવાલાએ કહ્યું હતું કે, સમગ્ર નેટવર્કને મંજૂરી મળી છે પરંતુ તબક્કાવાર કામગીરી પૂર્ણ થશે. સુરત મહાનગરપાલિકા તંત્ર લોકોની સુખાકારી માટે સતત કાર્ય કરી રહી છે. નવા વિસ્તારમાં નેટવર્કનું કામ, પમ્પિંગનું કાર્ય, ટ્રીટમેન્ટ પ્લાન્ટ સહિતના કાર્યો સુરત મનપા પ્રથમ નંબરે આવે છે. આ અવસરે કોર્પોરેટર અજીત પટેલ, રાજુ પટેલ, ભાવિશા પટેલ, ગાર્ડન સમિતિના ચેરમેન ગીતા સોલંકી, બક્ષી પંચ મોરચાના પ્રમુખ અનિમેષ માળી, સંગઠન પ્રમુખ બ્રીજેશ પટેલ, APMS ડિરેક્ટર અંકુર પટેલ, વોર્ડ પ્રમુખ મુકેશ દેસાઈ, અગ્રણીઓ, સંગઠનના હોદ્દેદારો, કોર્પોરેશનના અધિકારીઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા.