- તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી કરવામાં આવી હત્યા
- હુમલાખોરને સ્થાનિક લોકો દ્વારા ઝડપી પોલીસના હવાલે કરાયો
- સમગ્ર ઘટનાના CCTVના આધારે વધુ તપાસ હાથ ધરાઈ
સુરતના ઉધના વિસ્તારમાં બાઇક મુકવા બાબતે થયેલી બોલાચાલીમાં એક ઈસમ દ્વારા યુવકની હત્યા કરી દેવામાં આવી હતી. તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી યુવકને ગંભીર રીતે ઇજાગ્રત કરવામાં આવ્યો હોવાથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. ત્યારે બીજી તરફ હુમલાખોરને સ્થાનિક લોકો દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા acp, dcp સહિતના પોલીસ અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. તેમજ ઘટના સ્થળની આસપાસ લાગેલા CCTV ફૂટેજના આધારે પણ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ અંગે મળતી માહિતી અનુસાર, સુરત શહેરમાં ક્રાઇમની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે વધુ એક હત્યાની ઘટના સુરતના ઉધના વિસ્તારમાં સામે આવી છે. જેમાં સુરતના ઉધના પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં મહાવીર કોમ્પ્લેક્સમાં દુકાન ધરાવતા સુભાષ નામના વ્યક્તિ આ કોમ્પ્લેક્સમાં સાંજના પાંચ વાગ્યા આસપાસ આવ્યા. તે સમયે નીરજ નામના ઇસમ સાથે તેમને બાઈક મૂકવા બાબતે બોલાચાલી થઈ હતી. નીરજ અને સુભાષ વચ્ચે બોલાચાલી થયા બાદ ઝઘડો ઉગ્ર બની ગયો હતો.
ઝઘડો ઉગ્ર બનતાની સાથે જ નીરજ અને સુભાષ જપાજપી પર ઉતરી આવ્યા હતા અને આ ઝપાઝપી દરમિયાન નીરજ નામના દ્વારા પોતાની પાસે રહેલા ચપ્પુ વડે સુભાષ પર હુમલો કરી દેવામાં આવ્યો હતો. સુભાષને નીરજે ચપ્પુના ઘા મારી દેતા સુભાષ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો અને ઘટના સ્થળ પર જ ઘણું લોહી પણ વહી ગયું હતું. તો બીજી તરફ આસપાસના દુકાનદારો તાત્કાલિક ઘટના સ્થળ પર એકઠા થઈ ગયા હતા અને સુભાષ પર હુમલો કરનારા નીરજને ઝડપી પાડ્યો હતો અને તાત્કાલિક અસરથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા સુભાષ ને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
ખાનગી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર દરમિયાન જ શુભાશે છે અંતિમ શ્વાસ લીધા હતા. તો બીજી તરફ ઘટનાની જાણ થતા acp dcp સહિતના પોલીસ અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને પોલીસ દ્વારા સમગ્ર મામલે નીરજ નામના ઈસમ સામે હત્યાનો ગુનો દાખલ કરીને નીરજની ધરપકડ કરવામાં આવી છે. તો બીજી તરફ ઘટનાસ્થળની આસપાસ લાગેલા સીસીટીવી ફૂટેજના આધારે પણ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે
અહેવાલ: ભાવેશ ઉપાધ્યાય