- 3 મહિનાની બાળકીને ઝાડાની સમસ્યા સાથે નવી સિવિલ હોસ્પિટલે લાવવામાં આવી
- ડોક્ટરોની બેદરકારીથી ભૂલમાં ખોટી દવા આપી હોવાના પરિવારજનોના આક્ષેપો
- હોસ્પીટલે બાળકીનું મો*ત નીપજ્યું હોવાના પરિવારજનોના આક્ષેપો
સુરત: 3 મહિનાના બાળકીને ઝાડાની સમસ્યા થતા નવી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. આ દરમિયાન ડોક્ટરોની બેદરકારી અને ખોટી દવા આપવાથી બાળકીનું મોત નીપજ્યું હોવાના પરિવારજનો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે. પીડિત માતાએ ડોક્ટરો પર લગાવેલા ગંભીર આરોપ બાદ લેખિતમાં અરજી કરતા સિવિલ સુપરિટેન્ડન્ટે કમિટી બનાવી તપાસ કરાવવાનો વિશ્વાસ આપ્યો હતો. આ દરમિયાન હોસ્પીટલે બાળકીનું મો*ત નીપજ્યું હોવાના પરિવારજનો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છ
નવી સિવિલ હોસ્પિટલમાં ઝાડા ની તકલીફ સાથે લવાયેલા 3 મહિનાના બાળકીને બાળ તબીબોની કહેવાતી ભૂલમાં ખોટી દવા આપતા મોત નીપજ્યું હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. પીડિત માતા એ ડોક્ટરો પર લગાવેલા ગંભીર આરોપ બાદ લેખિતમાં અરજી કરતા સિવિલ સુપરિટેન્ડન્ટે કમિટી બનાવી તપાસ કરાવવાનો વિશ્વાસ આપ્યો હતો. પીડિત પરિવારે જણાવ્યું હતું કે સવારે 11 વાગે અમારી માસૂમ દીકરીએ શ્વાસ લેવાનું બંધ કરી દીધા બાદ પણ ડોક્ટરોએ વેન્ટિલેટર પર મૂકી 14 કલાક બાદ મધરાત્રે મૃત જાહેર કરી હતી. એટલું જ નહીં પણ મૃતદેહ લઈ જવાની ઉતાવળ કરી પેપર ઉપર સહી કરાવવા દબાણ કર્યું હતું.
પૂજા પ્રકાશ નારાયણ મિશ્રા ઉ.વ. 30 (રહે કડોદરા સાખી તા. પલસાણા) એ જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિ.ના બાળકોના વોર્ડ PICUમાં 3 માસની બાળકીનું
ડોક્ટરોની બેદરકારી અને ખોટી દવા આપવાથી મોત થયું છે. દોઢ મહિના અગાઉ અમારી 2 મહિનાથી બાળકી ને ઝાડા ની સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા. જ્યાં માસૂમ બાળકીને તબીબોએ તપાસ કર્યા બાદ 7-D માં દાખલ કરી હતી. 7 દિવસની સારવાર બાદ દવા આપી રજા પણ આપી દીધી હતી. ઘરે આવ્યા બાદ માસૂમ બાળકીની તબિયતમાં સુધારો થવાના બદલે